સ્વાતી માલીવાલે કહ્યુ- હરિયાણાના CM રોમિયોની ભાષા બોલી રહ્યા છે

News18 Gujarati
Updated: August 10, 2019, 2:21 PM IST
સ્વાતી માલીવાલે કહ્યુ- હરિયાણાના CM રોમિયોની ભાષા બોલી રહ્યા છે
સ્વાતિ માલીવાલે કહ્યું કે મનોહરલાલ ખટ્ટરને પોતાના નિવેદન પર શરમ આવવી જોઈએ. (ફાઇલ ફોટો)

હવે આપણે પણ કાશ્મીરી પુત્રવધૂ લાવી શકીએ છીએ : મનોહરલાલ ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન

  • Share this:
દિલ્હી મહિલા આયોગ (Delhi Commission for Women) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના કાશ્મીરની યુવતીઓને પુત્રવધૂ બનાવવાને લઈ આપેલા નિવેદનની નિંદા કરી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે મનોહરલાલ ખટ્ટરને પોતાના નિવેદન પર શરમ આવવી જોઈએ. મુખ્યમંત્રી 'રોડ સાઇડ રોમિયો'ની ભાષા બોલી રહ્યા છે.

સ્વાતી માલીવાલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના લોકોને વિશ્વાસ આપવામાં લાગ્યા છે કે તેમની સાથે સમગ્ર દેશ છે, પરંતુ એક મુખ્યમંત્રી અભદ્ર વાતો બોલી હિંસા ભડકાવી રહ્યા છે. તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી જોઈએ.
આ પણ વાંચો, ટીવી સીરિયલમાં કામ કરનારી એક્ટ્રેસે દીકરીને મારી કરી લીધી આત્મહત્યા

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરથી કેન્દ્ર સરકારે આર્ટિકલ 370ને ખતમ કરી દીધો છે. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર અને લદાખ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. આર્ટિકલ 370ને હટાવવાને લઈને કાશ્મીર ઘાટીમાં તણાવની સ્થિતિ બની ગઈ છે. બીજી તરફ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે હવે આપણે પણ કાશ્મીરી પુત્રવધૂ લાવી શકીએ છીએ.

આ પણ વાંચો, પાકિસ્તાન રચી રહ્યું છે ખતરનાક કાવતરું! સામે આવી સેટેલાઇટ તસવીરો

શુક્રવારે એક કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો. તેઓએ કહ્યું કે, અમારા મંત્રી ઓપી ધનખડ કહેતા હતા કે તેઓ બિહારથી પુત્રવધૂ લાવશે. આજકાલ લોકો કહી રહ્યા છે કે કાશ્મીરનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે અમે કાશ્મીરથી યુવતીઓ લાવીશું.

આ પહેલા પણ મુખ્યમંત્રી ખટ્ટર વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. નવેમ્બર 2018માં તેઓએ દુષ્કર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે દુષ્કર્મ અને છેડતીની 80થી 90 ટકા ઘટનાઓ જાણકારોની વચ્ચે થાય છે. કપલ ઘણા સમય સુધી સાથે ફરે છે, એક દિવસ અણબનાવ થઈ જાય છે તો તે દિવસે એફઆઈઆર નોંધાવે છે કે તેણે મારો બળાત્કાર કર્યો.

આ પણ વાંચો, રશિયા : રોકેટ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટમાં 5 પરમાણુ વૈજ્ઞાનિકનાં મોત, રેડિએશનલ ફેલાયું
First published: August 10, 2019, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading