Home /News /national-international /સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું લાલ ગુલાબ, લોકોએ કહ્યું ભારત જોડોમાં યાત્રામાં બે દિલ જોડાયા
સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું લાલ ગુલાબ, લોકોએ કહ્યું ભારત જોડોમાં યાત્રામાં બે દિલ જોડાયા
સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યું
સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી સાથે ચાલતા હોય તેવી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેની આજૂબાજૂમાં કેટલાય લોકો દેખાય રહ્યા છે અને સાથી માર્ચર્સ સાથે વાતચીત પણ કરી હતી.
ઉજ્જૈન: સ્વરા ભાસ્કર મોટા ભાગે પોતાના ટ્વિટર દ્વારા સમગ્ર દેશ સાથે વાતો કરતી રહેતી હોય છે. તે લગભગ દરેક મુદ્દા પર પોતાનો મત રજૂ કરે છે અને ખુલીને બોલે છે. સ્વરા દરેક ફીલ્ડમાંથી જાણકારી મેળવતી રહે છે અને પોતાનો મત રજૂ કરે છે. હાલમાં જ સ્વરાએ ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ હતી. એક્ટ્રેસ પૂજા ભટ્ટ અને અમોલ પાલેકર જેવા સાથી કલાકારો, જે રાજકીય મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે આ મહિનાની શરુઆતમાં દેશભરમાં કોંગ્રેસ નેતા વોકથોનમાં તેમની સાથે ચાલ્યા હતા. હવે સ્વરાએ પણ આવું જ કર્યું છે, પણ તે રાહુલ ગાંધીને લાલ ગુલાબ આપીને ટ્રોલ થઈ ગઈ છે.
રાહુલને ગુલાબ આપવા પર ટ્રોલ થઈ
સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી સાથે ચાલતા હોય તેવી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેની આજૂબાજૂમાં કેટલાય લોકો દેખાય રહ્યા છે અને સાથી માર્ચર્સ સાથે વાતચીત પણ કરી હતી. મિસ્ત્રની યાત્રા કરીને પરત ફરેલી સ્વરાએ કૈઝુઅલ સફેદ ડ્રેસ પહેર્યો હતો અને માર્ચ માટે સ્નીકર્સ પહેર્યો હતો. બાદમાં ભાસ્કરે રાજનેતા સાથે સારી ક્ષણ શેર કરી, જ્યારે તેમને ગુલાબ આપતા હતા તેવો ફોટો પણ શેર કર્યો હતો.
Only passing @RahulGandhi a bouquet a young man in the surging crowd brought & was desperately trying to get across to RG.. :)
You gotta be here to feel the energy and the love. Seriously, join @bharatjodo yatra people. Resist hate. Stand up for our country! 🇮🇳❣️✨ pic.twitter.com/0HJYwdUpKM
આ યાત્રામાં સામેલ થયેલી સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યું હતું. અમુક લોકોએ સ્વરાના આ ફોટો પર મજેદાર કમેન્ટ પણ કરી હતી. તેમાંથી અમુક લોકોએ તો રાહુલ ગાંધીનું નામ તેની સાથે જોડવાનું શરુ કરી દીધું હતું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર