સ્વચ્છ સર્વેક્ષણ 2021: ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર, ગુજરાતનું આ શહેર બીજા સ્થાને
સ્વચ્છ સર્વેક્ષણ 2021: ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર, ગુજરાતનું આ શહેર બીજા સ્થાને
કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વછતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક ફોટો)
કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વછતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર (Cleanest City of India 2021) જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં બીજું સ્થાન સુરત અને ત્રીજું સ્થાન વિજયવાડાને મળ્યું છે.
નવી દિલ્હી: આ વર્ષના સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ (Swachh Survekshan awards 2021)ની દિલ્હીમાં જાહેરાત કરવામાં ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓને પુરસ્કાર આપ્યા હતા. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વછતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર (Cleanest City of India 2021) જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં બીજું સ્થાન સુરત અને ત્રીજું સ્થાન વિજયવાડાને મળ્યું છે. તો ગુજરાતના સુરત ઉપરાંત વડોદરા અને અમદાવાદ શહેરોને ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે.
છત્તીસગઢ બન્યું ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય
આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા ઘોષિત સર્વેક્ષણમાં છત્તીસગઢને ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય (Cleanest State of India 2021) જાહેર કરવામાં આવ્યું. સર્વેક્ષણમાં વારાણસીને ‘સ્વચ્છ ગંગા શહેર’ની શ્રેણીમાં પહેલું પુરસ્કાર મળ્યું. રામનાથ કોવિંદે કહ્યું કે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સ્વચ્છતા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને આ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન તરીકે આગળ ધપાવ્યું. તેમણે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું છે કે 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શહેરી વિસ્તારો ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયા છે.
સ્વચ્છ ભારત મિશનથી વિચારધારામાં બદલાવ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સ્વચ્છ ભારત મિશનની સૌથી મોટી સફળતા એ દેશની વિચારસરણીમાં પરિવર્તન છે જ્યાં હવે ઘરના નાના બાળકો પણ ગંદકી ફેલાવતા વડીલોને રોકે છે. તેમણે કહ્યું કે મનુષ્ય દ્વારા માથા પર મેલુ ઉપાડવું એ શરમજનક પ્રથા છે. આને રોકવાની જવાબદારી માત્ર સરકારની નથી, પરંતુ સમાજ અને દેશના તમામ નાગરિકોની છે. તેમણે સૂચન કર્યું કે તમામ શહેરોમાં મશીન ક્લિનિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.
આ રહી ટોચના 10 સ્વચ્છ શહેરોની યાદી (Top 10 cleanest cities)
1. ઇન્દોર- કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વછતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર (Cleanest City of India 2021) જાહેર કરવામાં આવ્યું છે.
2. સુરત- સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરી કેન્દ્રોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં સુરતે બીજું સ્થાન જાળવી રાખ્યું છે.
3. વિજયવાડા- વિજયવાડાને સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશના ત્રીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. શહેર 2020માં છઠ્ઠા સ્થાનેથી આ વર્ષે 10 લાખથી વધુ વસ્તી શ્રેણીવાળા શહેરોમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે.
4. નવી મુંબઈ- સ્વચ્છ સર્વેક્ષણ 2021માં નવી મુંબઈને ભારતનું ચોથું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ત્રીજા ક્રમે આવ્યા પછી, નાગરિક વહીવટીતંત્રે આ વર્ષે પ્રથમ ક્રમ હાંસલ કરવાનો નિર્ણય લીધો હતો.
5. પુણે- ગયા વર્ષે 15મા ક્રમે રહેલા પુણેએ આ વર્ષે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.
6. રાયપુર- આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રાલય દ્વારા સતત ત્રીજા વર્ષે છત્તીસગઢને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.
7. ભોપાલ- મધ્ય પ્રદેશના બે શહેરો- ભોપાલ અને ઈન્દોરે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. 6000માંથી ભોપાલે 4783.53 પોઈન્ટ્સ મેળવ્યા છે અને સ્વચ્છ શહેરની શ્રેણીમાં સાતમું સ્થાન મેળવ્યું છે. 2017 અને 2018માં ભોપાલને દેશના બીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે ક્રમ આપવામાં આવ્યો હતો, પરંતુ 2019માં તે 19માં ક્રમે આવી ગયો હતો.
8. વડોદરા- 4,320 શહેરોના પાર્ટીસિપેશન સાથે, MOHUA એ જણાવ્યું કે સ્વચ્છ સર્વેક્ષણની 6ઠ્ઠી આવૃત્તિ વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ બની ગયું છે.
9. વિશાખાપટ્ટનમ- આંધ્રપ્રદેશના બે મોટા શહેરો-વિજયવાડા અને વિશાખાપટ્ટનમએ 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ની છઠ્ઠી આવૃત્તિમાં 10 લાખથી વધુ વસ્તી સાથેના સૌથી સ્વચ્છ ભારતીય શહેરોની ટોચની 10 યાદીમાં સ્થાન મેળવ્યું છે.
10. અમદાવાદ- કેન્ટોનમેન્ટ બોર્ડની કેટેગરીમાં અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું હતું, ત્યારબાદ મેરઠ અને દિલ્હી આવે છે. જિલ્લા રેન્કિંગ કેટેગરીમાં સુરતે પ્રથમ એવોર્ડ મેળવ્યો છે જ્યારે ઈન્દોર અને નવી દિલ્હીએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર