બકરીઓ વેચીને શૌચાલય બનાવનાર કુંવરબાઈનું નિધન, મોદી લાગ્યા હતાં પગે

News18 Gujarati
Updated: February 24, 2018, 12:50 PM IST
બકરીઓ વેચીને શૌચાલય બનાવનાર કુંવરબાઈનું નિધન, મોદી લાગ્યા હતાં પગે

  • Share this:
બકરીઓ વેચીને પોતાના ઘરમાં શૌચાલય બનાવનાર કુંવરબાઈનું શુક્રવારે 106 વર્ષની વયે નિધન થયું છે. છત્તીસગઢના રહેવાસી કુંવરબાઈ રાજ્યમાં સ્વચ્છ ભારત મિશનની સ્વચ્છતા દૂત હતાં. તેઓ ઘણાં સમયથી બીમાર હતાં. બકરીઓ વેચીને શૌચાલય બનાવનાર કુંવરબાઈ ત્યારે ચર્ચમાં આવ્યાં હતાં જ્યારે વડાપ્રધાને તેમની પ્રસંશા કરી હતી. પીએમ મોદીએ કુંવરબાઈને સન્માનિત કરીને તેમના આશિર્વાદ પણ લીધા હતાં.

એકસરકારી અધિકારીએ જણાવ્યું કે બુધવારે તેમને રાયપુરના ડો.ભીમ રાવ આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં હતાં. તેઓ વય સંબંધીત બીમારીઓથી પીડિત હતાં.

સ્વચ્છ મિશનથી પ્રભાવિત થઈને ગામમાં સ્વચ્છતા અભિયાન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. છત્તીસગઠ સરકારે કુંવરબાઈને સ્વચ્છતા માટે રાજ્યના બ્રાંડ એમ્બેસેડર જાહેર કર્યા હતાં.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કુંવર બાઈએ ન માત્ર પોતાના ઘરમાં શૌચાલયનું નિર્માણ કર્યું પરંતુ તેમણે ગામના બીજા લોકોને પણ શૌચાલય બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. કુંવરબાઈની અસર તેમના ગામમાં જોવા મળી હતી. તેમનું ગામ ખુલ્લામાં શૌચમુક્ત એટલે કે ઓડીએફ જાહેર થયું છે.
First published: February 24, 2018, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading