Home /News /national-international /Nobel Prize 2022: સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મળ્યું મેડિસિનનું નોબલ પ્રાઇઝ

Nobel Prize 2022: સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મળ્યું મેડિસિનનું નોબલ પ્રાઇઝ

સ્વીડિશ વૈજ્ઞાનિકને મળ્યું મેડિસિનનું નોબલ પ્રાઇઝ

Nobel Prize 2022 :સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે.

    Nobel Prize 2022: આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમણે હોમોનીન અને માનવ વિકાસનાં જીન સાથે સંબંધિત શોધોનાં કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે.



    પાબો અને તેમના પરિવાર પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી પેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તેમણે ડાયનમાઈટની શોધ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે એક સ્વીડિશ વૈજ્ઞાનિક જ મેડિસિનનું નોબલ પ્રાઇઝ જીત્યા છે.

    શું છે નોબેલ પ્રાઇઝ?

    આ પુરસ્કારની શરૂઆત નોબેલ ફાઉન્ડેશન તરફથી 1901માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તે લોકોને સન્માનિત કરવામાં આવે છે જેમણે ગત વર્ષ દરમિયાન માનવ જાતિને સૌથી મોટો ફાયદો પહોંચાડ્યો હોય. આ પુરસ્કાર શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તેમાં વિજેતાને એક મેડલ, એક ડિપ્લોમાં અને મોનેટરી એવોર્ડ આપવામાં આવે છે.

    2021 માં કોને મળ્યું હતું?

    ફિઝિયોલોજી કે મેડિસનમાં અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જૂલિયસ (David Julius)અને અર્ડેમ પટાપૌટિયનને (Ardem Patapoutian)સંયુક્ત નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.  તેમને તાપમાન અને સ્પર્શ માટે રિસેસ્ટર્સની શોધ માટે સન્માન આપવામાં આવ્યું હતું.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Medicines, Nobel Prizes

    विज्ञापन
    विज्ञापन