મુંબઈ : મુંબઈના એક પોશ વિસ્તારમાં એક સંદિગ્ધ કાર મળવાથી હડકંપ મચી ગયો છે. વિસ્તારમાં રહેતા લોકોએ સંદિગ્ધ વાહનની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાની સૂચના મળ્યા પછી સુરક્ષાકર્મી ગાડીની તપાસ કરી રહ્યા છે.
મુંબઈ પોલીસના પીઆરઓએ જણાવ્યું કે એક સંદિગ્ધ વાહનની જાણકારી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષાકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગાડીની તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાં જિલેટિનના છરા મળ્યા છે.
તેમણે જણાવ્યું કે વિસ્ફોટક વાહનમાં રાખેલા હતા. ઘટનાસ્થળ પર ડોગ સ્ક્વોડને મોકલવામાં આવ્યા છે. મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ ઘટનાની તપાસ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે એટીએસની ટીમ પણ પહોંચી ગઈ છે. એટીએસ આતંકી એેંગલ પર તપાસ કરી રહી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે એટીએસે ઘટનાસ્થળની નજીક વિજય સ્ટોર્સ નામની એક દુકાનના સીસીટીવી કબજામાં લીધા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે આ કારને રાત્રે 1 વાગ્યાની આસપાસ પેડર રોડ વિસ્તારમાં પાર્ક કરવામાં આવી હતી અને ગાડીમાં રહેલો વ્યક્તિ લાંબા સમય સુધી બહાર નીકળ્યો ન હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર