મોદી-યોગી-ડોભાલની તસવીર પર ક્રૉસ, સાધ્વી પ્રજ્ઞાને મળ્યો પાઉડર સાથેનો સંદિગ્ધ પત્ર

News18 Gujarati
Updated: January 14, 2020, 8:42 AM IST
મોદી-યોગી-ડોભાલની તસવીર પર ક્રૉસ, સાધ્વી પ્રજ્ઞાને મળ્યો પાઉડર સાથેનો સંદિગ્ધ પત્ર
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પાઉડરનું પેકેટ ખોલતાં જ ખંજવાળ આવવા લાગી, પત્ર પુણેથી મોકલવામાં આવ્યો

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પાઉડરનું પેકેટ ખોલતાં જ ખંજવાળ આવવા લાગી, પત્ર પુણેથી મોકલવામાં આવ્યો

  • Share this:
મનોજ રાઠોડ, ભોપાલ : સાંસદ પ્રજ્ઞા ઠાકુર (Pragya Thakur)ના બંગલા પર ઉર્દૂમાં લખેલો સંદિગ્ધ પત્ર અને તેની સાથે બે પાઉચ સફેદ પાઉડરથી હોબાળો થઈ ગયો છે. આ ઉર્દૂ (Urdu)માં લખેલા પત્રને મોકલનારે પુણેનું સરનામું લખ્યું છે. પાઉડરને અડકવાથી ખંજવાળ થવાની વાત સામે આવી છે. સાંસદની સૂચના પર પોલીસ અને FSLની ટીમ મોડી રાત્રે તેમના બંગલે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ભોપાલથી બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરના બંગલા પર સંદિગ્‍ધ પત્ર પહોંચતા જ હોબાળો થઈ ગયો છે. સફેદ પાઉડરને સ્પર્શતાં જ પ્રજ્ઞા ઠાકુરના હાથમાં ખંજવાળ થવા લાગી. સાંસદે તાત્કાલીક તેની જાણ પોલીસને કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને FSLની ટીમે પત્ર અને પાઉડરને પોતાના કબ્જામાં લઈ લીધા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


પ્રજ્ઞાએ કહ્યું, મારા જીવને ખતરો

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ન્યૂઝ18ને કહ્યું કે, તેમની વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે અને તેમના જીવને ખતરો છે. બીજેપી સાંસદે જણાવ્યું કે પત્રમાં તેમની તસવીરની આગળ ક્રોસનું ચિહ્ન લાગેલું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ આરોપ લગાવ્યો કે તેમને પહેલા પણ ધમકીવાળો પત્ર મળી ચૂક્યો છે, જેની પોલીસને અનેકવાર ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, ઉર્દૂમાં લખેલા પત્રની સાથે અન્ય કાગળ પણ હતા, જેમાં બે પાઉચ હતા. તેઓએ જણાવ્યું કે તેને ખોલતાં હાથમાં ખંજવાળ આવવા લાગી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે રાષ્ટ્રના હિતમાં કામ કરનારાઓને ટાર્ગેટ કરવામાં આવે છે.
પુણેથી આવ્યો છે પત્ર!

એડિશનલ એસપી સંજય જૈને જણાવ્યું કે, સાધ્વીની પાસે આવેલા પત્રની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પત્રની સાથે જે પાઉડર મળ્યો છે તેની તપાસ માટે FSLની ટીમ લાગી ગઈ છે. ટીમે તે પાઉડરને જપ્ત કરી લીધો છે. તેઓએ જણાવ્યું કે આ મામલામાં તપાસ બાદ જ કંઈક કહી શકાશે. પત્ર લખનારાની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પત્ર પુણેથી સાધ્વી પ્રજ્ઞાની પાસે પહોંચ્યો છે.


પીએમ મોદી, ડોભાલ અને યોગીની પણ તસવીરો

સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે, પત્રમાં તેમની તસવીરની સાથે પીએમ નરેન્દ્ર મોદી, અજિત ડોભાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર પણ છે. તેમની તસવીરની આગળ ક્રોસનું નિશાન લાગેલું છે. આ ઉપરાંત એક તસવીરમાં હથિયારનું ચિત્ર છે. તેની આગળ સાધ્વીની તસવીર છે. પ્રજ્ઞા ઠાકુરે તેને મોટું કાવતરું કરાર કર્યું છે. તેમનું કહેવું છે કે અમે રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ, તેથી દેશદ્રોહી તેમને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો, આર્મી બૅઝ પાસે આલીશાન ઘર બનાવી રહ્યો હતો આતંકવાદીઓ સાથે પકડાયેલો DSP દવિન્દર સિંહ
First published: January 14, 2020, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading