Home /News /national-international /

મહારાષ્ટ્રના હરીહરેશ્વરમાં મળી હથિયારો સાથેની શંકાસ્પદ બોટ, 26/11 જેવી શક્યતાને પગલે એજન્સીઓ હાઈએલર્ટ પર

મહારાષ્ટ્રના હરીહરેશ્વરમાં મળી હથિયારો સાથેની શંકાસ્પદ બોટ, 26/11 જેવી શક્યતાને પગલે એજન્સીઓ હાઈએલર્ટ પર

મહારાષ્ટ્રમાં ફરી 26/11ની શક્યતાએ હાઈએલર્ટ પર સુરક્ષા એજન્સીઓ.

મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આવેલા જાણીતા ટૂરિસ્ટ સ્પોટ હરિહરેશ્વરના કિનારે એક શંકાસ્પદ બોટ ઢસડાઈ આવી હતી. આ બોટમાંથી ઘાતક હથિયારો મળ્યા બાદ સમગ્ર રાયગઢ જિલ્લા અને રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર મૂકી દેવાઈ છે.

    રાયગઢઃ મહારાષ્ટ્રના રત્નાગીરીના ટૂરિસ્ટ સ્પોટ હરિહરેશ્વર બીચ (Harihareshwar Boat News) નજીક દરિયા કિનારે એક શંકાસ્પદ બોટ ઢસડાઈ આવી હતી. જેની તપાસ કરતા સુરક્ષા એજન્સીઓને તેમાંથી હથિયાર મળ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. જેના પગલે સમગ્ર રાયગઢ જીલ્લામાં હાઈ એલર્ટ (Raigad Red Alert) આપી દેવામાં આવ્યું છે. તેમજ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસની એક ખાસ ટીમ રાજ્યના તમામ નાના મોટા રસ્તા પર નજર રાખી રહી છે. આજે સવારે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર દરિયા કિનારા નજીક એક ખાલી બોટ ઢસડાઈ આવી હતી. શરુઆતમાં આ બોટ કોઈ સ્થાનિક માછીમારની હશે કે શું તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ બોટમાં તપાસ કરવામાં આવતા તેમાંથી હથિયારો મળી આવતા ખળબળી મચી ગઈ હતી.

    પોલીસે તપાસ શરું કરી

    આખરે પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવી અને પોલીસે તાત્કાલિક બોટનો કબ્જો મેળવીને આગળની તપાસ શરું કરી દીધી હતી. આ તપાસમાં જ AK 47 અને અન્ય દારુગોળો મળી આવ્યાની ચર્ચા સામે આવી છે. જોકે પોલીસે આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પોલીસએ આ સમગ્ર મામલે મૌન સેવી લીધું છે અને ઘટનાની ગંભીરતાને જોઈને જિલ્લા અને રાજ્યમાં ચુસ્ત નાકાબંધી અને તપાસ શરું કરી દેવામાં આવી છે.

    મહારાષ્ટ્રના દરિયા કિનારે મળેલી AK47 સહિતના હથિયારો સાથેની બોટ અંગે મળ્યા સૌથી મોટા અપડેટ

    ઘાતક શસ્ત્રો મળતા ચિંતા

    દરમિયાન આ બાબત પણ વિચારવા યોગ્ય છે કે આખરે આ બોટ કઈ જગ્યાએથી અને કઈ રીતે આવી? તેમજ બોટમાં આવા ઘાતક શસ્ત્રો ક્યાંથી આવ્યા તો આવા ઘાતક શસ્ત્રોને એમ જ છોડીને બોટમાં રહેલા વ્યક્તિઓ ક્યાં ગયા? મહત્વનું છે કે આ પહેલા 26 નવેમ્બર 2008માં આ જ રીતે કસાબ સહિતના પાકિસ્તાની આતંકવાદીઓ દરીયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા અને દેશની આર્થિક રાજધાનીને રક્તરંજીત બનાવી હતી. ફરી આવી ઘટના ન બને તે માટે તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે અને દરેક શંકાસ્પદ વસ્તુઓ, વાહનો અને મૂવમેન્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Crime news, Maharashtra, Mumbai Terror Attack

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन