આડા સંબંધોની શંકા રાખી પતિએ બોલાવી પંચાયત, ત્રણ બાળકો સાથે પત્ની ટ્રેન નીચે કૂદી જીવન ટૂંકાવ્યું
આડા સંબંધોની શંકા રાખી પતિએ બોલાવી પંચાયત, ત્રણ બાળકો સાથે પત્ની ટ્રેન નીચે કૂદી જીવન ટૂંકાવ્યું
પ્રતિકાત્મક તસવીર
પત્ની ઉપર આડા સંબંધોનો આરોપ નાંખીને પતિએ મંગળવારે પંચાયત બોલાવી હતી. પતિના આવા વર્તનના કારણે દુઃખી પત્નીએ એક પુત્ર, બે પુત્રીઓને સાથે લીને સાંજે ઘરેથી નીકળી હતી.
ચંદોલીઃ માલગાડી ટ્રેન (train) નીચે આવીને ત્રણ બાળકો સાથે માતાના મોતની ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાના પતિ તેના ચરિત્ર ઉપર શંકા રાખતો હતો. તેની પત્નીના આડા સંબંધોનો આરોપ લગાવતો હતો. પત્ની ઉપર આડા સંબંધોનો આરોપ નાંખીને પતિએ મંગળવારે પંચાયત બોલાવી હતી. પતિના આવા વર્તનના કારણે દુઃખી પત્નીએ એક પુત્ર, બે પુત્રીઓને સાથે લીને સાંજે ઘરેથી નીકળી હતી. ચારોએ ટ્રેનની નીચે કૂદીને આત્મહત્યા (suicide) કરી હતી.
પતિ પત્ની વચ્ચે છાસવારે ઝઘડા થતા હતા
મળતી માહિતી પ્રમાણે સૈયદરાજા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા સુદાવ ગામમાં રહેતી 40 વર્ષીય પ્રેમશીલા દેવી અને તેમના પતિ વચ્ચે છાસવારે વિવાદ થતો હતો. પ્રેમશીલાને ત્રણ બાળકો પણ હતા. જેમાં એક 19 વર્ષીય પુત્ર અજીત અને બે પુત્રીઓ ચંચલ અને રંજન હતી. છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની (husband wife fight) વચ્ચે છાસવારે વિવાદ થયો હતો. પ્રેમશીલા ઉપર પતિએ અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાનો આરોપ લગાવવો હતો. આ વાત બંને વચ્ચે સંબંધ ખૂબ જ બગડી ગયો હતો.
પંચાયતમાં લગાવ્યો આરોપ
પત્ની ઉપર લગાવેલા આરોપેને તેનો પતિ જાહેરમાં લાવવા માંગતો હતો. મંગળવારે પતિએ ગામના સંભ્રાંત લોકોને બોલાવીને પંચાયત ભેગી કરી હતી. જ્યાં પતિએ પત્ની ઉપર અન્ય પુરુષ સાથેના આડા સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો. પંચાયતે બંનેને એકબીજા ઉપર વિશ્વાસ કરવાની સલાહ આપી હતી. પરંતુ પ્રેમલતા પતિના વર્તનથી ખુબ જ દુઃખી હતી.
પત્નીએ બાળકો સાથે કરી આત્મહત્યા
મંગળવાર સાંજે છ વાગ્યાની આસપાસ ત્રણ બાળકો સાથે પત્ની ઘરેથી નીકળી હતી. હિનૌતા ગામ પાસે ડાઉન લાઈન રાત્ર સાડા આઠ વાગ્યે પીડીડીયુ જંક્શનથી ચંદૌલી તરફ માલગાડી પસાર થઈ હતી. આ માલગાડી નીચે ત્રણ બાળકો સાથે પત્નીએ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર