Home /News /national-international /Amritpal Singh News: તો શું અમૃતપાલની ધરપકડનો પ્લાન લીક થયો હતો? પોલીસ પર અનેક ધારદાર સવાલ ઊઠ્યાં!

Amritpal Singh News: તો શું અમૃતપાલની ધરપકડનો પ્લાન લીક થયો હતો? પોલીસ પર અનેક ધારદાર સવાલ ઊઠ્યાં!

ફાઇલ તસવીર

Amritpal Singh News: ‘વારિસ પંજાબ દે’ના અમૃતપાલ સિંહના ફરાર થયા બાદ પંજાબ પોલીસની કાર્યપ્રણાલીને લઈને અનેક સવાલ ઊભા થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પોલીસના ધરપકડના પ્લાનની જાણકારી પોલીસને પહેલેથી જ થઈ ગઈ હતી. તેથી અમૃતપાલ નક્કી કરેલા રસ્તાની જગ્યાએ અન્ય રસ્તાનો ઉપયોગ કરી ફરાર થવામાં સફળ થઈ ગયો હતો.

વધુ જુઓ ...
એસ. સિંહ, ચંદીગઢઃ ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. ત્યારે આ વચ્ચે વધુ એક ઘટનાક્રમ સામે આવ્યો છે. 18 માર્ચે જ્યારે પોલીસ દળે અમૃતપાલની ધરપકડ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે પાંચ એસયૂવીવાળા અમૃતપાલના કાફલાએ અચાનક હરિકે પુલથી ગોઇંદવાલ તરફ રસ્તો બદલી નાંખ્યો હતો. જ્યારે પુલની બીજી તરફ તહેનાત પોલીસ અધિકારી સાદી વર્દીમાં હતા અને ખાનગી વાહનોમાં તેની રાહ જોઈ રહ્યા હતા. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, પંજાબ પોલીસ ફોર્સના જ કોઈ, કદાચ ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા અને તેમની ટીમે કથિત રૂપે સૂચના લીક કરી નાંખી હતી. નહીં તો અમૃતપાલ તે જ દિવસે પકડાઈ ગયો હોત.

‘ધ ટ્રિબ્યૂન’ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, પોલીસ જ્યારે મહતપુર બાજુ કાફલામાં અમૃતપાલ અને પાપલપ્રીતની બ્રેઝા કારની પાછળ જઈ રહ્યા હતા. ત્યારે તેના કાકા હરજીત સિંહ દ્વારા ચલાવવામાં આવી રહેલી મર્સિડિઝ કથિત રીતે ગુરુદ્વારા બુલંદપુરી તરફ વળી ગઈ હતી. આ ગુરુદ્વારાથી અંદાજે 200 મીટર દૂર હરજીતે 20 માર્ચની રીતે અંદાજે 1 વાગ્યે મીડિયા સામે સરેન્ડર કર્યુ હતુ.



આ ગુરુદ્વારા પાસે અમૃતપાલે પપલપ્રીત સાથે મોટરસાયકલનું ટાયર પંચર સરખું કરાવ્યું હતું. જ્યારે અર્ધસૈનિક દળ અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જે ગાડીવાળાએ બંનેને લિફ્ટ આપી હતી તે ગુરુદ્વારની સામે ઉધોવાલ ગામનો રહેવાસી હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે, અત્યાર સુધીમાં કોઈ વરિષ્ઠ અધિકારી આ વાતનો નક્કર જવાબ આપી શક્યા નથી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, પોલીસે એક દિવસ પણ હરજીતની પૂછપરછ કેમ નથી કરી. જ્યારે તે આ કેસની મહત્ત્વપૂર્ણ કડી હતો. તેની 20 માર્ચે રાતે 1 વાગે અમૃતસર પોલીસે ધરપકડ કરી હતી અને પાંચ કલાકમાં જ તેને ડિબ્રુગઢ લઈ જવાયો હતો.
First published:

Tags: Khalistan, Punjab police