ભાજપ અધ્યક્ષ અમિત શાહના મંત્રી બનવા પર સસ્પેન્સ?

દરેકના મનમાં એક જ સવાલ છે કે શું અમિત શાહ મંત્રી બનશે?

News18 Gujarati
Updated: May 30, 2019, 11:48 AM IST
ભાજપ અધ્યક્ષ અમિત શાહના મંત્રી બનવા પર સસ્પેન્સ?
ભાજપ અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: May 30, 2019, 11:48 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે મોદી સરકારમાં મંત્રી બનશે કે નહીં તેને લઈને અટકળો સતત ચાલી રહી છે. શાહને લઈને અલગ-અલગ પ્રકારના અહેવાલો આવી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે તેઓ પાર્ટીનું જ કામકાજ જોશે. જ્યારે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાજપને આ વખતે પ્રચંડ બહુમત મળ્યા બાદ અમિત શાહ મંત્રી પણ બની શકે છે.

છેલ્લા ત્રણ દિવસોથી અમિત શાહ અને બીજી વાર વડાપ્રધાનનું પદ સંભાળવા જઈ રહેલા નરેન્દ્ર મોદીની વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે. મંગળવારે તો આ બંને નેતાઓની વચ્ચે પાંચ કલાકની મેરેથોન બેઠક પણ થઈ. કેબિનેટને આખરી ઓપ આપવા માટે બંને નેતા સતત સલાહ-સૂચન કરી રહ્યા છે. પરંતુ દરેકના મનમાં એક જ સવાલ છે કે શું અમિત શાહ મંત્રી બનશે?

બનશે ગૃહ મંત્રી?

રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે અમિત શાહ આ વખતે ગૃહ મંત્રી બની શકે છે. પરંતુ તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ. જ્યાં સુધી સરકારમાં મંત્રી પદનો સવાલ છે તો તે મોરચે અમિત શાહનો લાંબો અનુભવ છે. વર્ષ 2002માં તેઓ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં સૌથી યુવા મંત્રી હતા. ગુજરાતમાં એક સમયે તેમની પાસે 12થી વધુ પોર્ટફોલિયો હતા.

આ પણ વાંચો, ખાસ ડિનરમાં પીરસાશે 48 કલાકમાં તૈયાર થયેલી 'દાલ રાયસીના'

શાહ પર સસ્પેન્સ
Loading...

અમિત શાહનું પણ મંત્રીમંડળમાં સામેલ થવાને લઈ લોકોના અલગ-અલગ મત છે. થોડા સમય બાદ મહારાષ્ટ્ર, ઝારખંડ એન હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત બિહાર અને દિલ્હીમાં ચૂંટણી યોજાશે. એવામાં ભાજપમાં કેટલાક લોકો ઈચ્છે છે કે અમિત શાહ જ અધ્યક્ષ તરીકે ચાલુ રહે. એવામાં હોઈ શકે છે કે શાહ મંત્રીમંડળમાં સામેલ ન થાય.

આ પણ વાંચો, એક મહિના સુધી ટીવી ચેનલોની ડિબેટમાં નહીં જાય કોંગ્રેસ પ્રવક્તા
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...