પંજાબના ધારાસભ્ય ખૈરાનું AAPમાંથી રાજીનામું, પાર્ટી સામે કર્યા આક્ષેપ

News18 Gujarati
Updated: January 6, 2019, 3:26 PM IST
પંજાબના ધારાસભ્ય ખૈરાનું AAPમાંથી રાજીનામું, પાર્ટી સામે કર્યા આક્ષેપ
'પાર્ટી તેની મૂળ વિચારધારાથી ભટકી ગઇ છે. જે સિદ્ધાંત અન્ના હજારેની ચળવળ વખતે નક્કી થયા હતા.'

'પાર્ટી તેની મૂળ વિચારધારાથી ભટકી ગઇ છે. જે સિદ્ધાંત અન્ના હજારેની ચળવળ વખતે નક્કી થયા હતા.'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રવિવારે પંજાબના ધારાસભ્ય સુખપાલ ખૈરા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અઠવાડિયામાં પંજાબના આ બીજા નેતા છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બે દિવસ અગાઉ વિરષ્ઠ નેતા એચ.એસ, ફુલકાએ પાર્ટી છોડી હતી.

ખૈરાએ પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલવાની સાથે આક્ષેપ કર્યો છે કે, 'પાર્ટી તેની મૂળ વિચારધારાથી ભટકી ગઇ છે. જે સિદ્ધાંત અન્ના હજારેની ચળવળ વખતે નક્કી થયા હતા.'

તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારની લડાઇને રાજકીય પાર્ટીમાં બદલવું જ ખોટું હતું. હવે અમને બીજી અન્ના ચળવળની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ફુલકા અને  ખૈરાના આપના નેતાઓ સાથેના સંબંધો વણસેલા રહ્યાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ અને પાર્ટીના નેતાઓ પર પ્રહારો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
First published: January 6, 2019, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading