Home /News /national-international /સસ્પેન્ડેડ IAS પૂજા સિંઘલના મિત્ર વિશાલ ચૌધરીના ઘરેથી મળી મસમોટી રકમ, ગણવા માટે 2 મશીન મંગાવવામાં આવ્યા
સસ્પેન્ડેડ IAS પૂજા સિંઘલના મિત્ર વિશાલ ચૌધરીના ઘરેથી મળી મસમોટી રકમ, ગણવા માટે 2 મશીન મંગાવવામાં આવ્યા
આઈએએસ પૂજા સિંઘલ કેસ
વિશાલ ચૌધરી (Vishal Chaudhary) અને અનિલ ઝા (Anil Jha) બંને બિઝનેસ પાર્ટનર છે. વિશાલ શરૂઆતમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જ્યાં તેણે ઘણી કમાણી કરી અને પછી તે જ પૈસા દ્વારા વિશાલે અધિકારીઓમાં તેની મજબૂત ધાક જમાવી હતી
ઝારખંડની રાજધાની રાંચીમાં સસ્પેન્ડેડ IAS પૂજા સિંઘલના નજીકના ગણાતા વિશાલ ચૌધરીના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. મંગળવારે સવારે 7 વાગ્યાથી EDની ટીમે પૂજા સિંઘલના સંબંધીઓના 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાંચી, મુઝફ્ફરપુર સહિતના સ્થળોએ EDના આ દરોડા હજુ પણ ચાલુ છે અને આ દરોડા દરમિયાન વિશાલ ચૌધરીના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. આ રોકડની ગણતરી માટે મશીનો પણ મંગાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અશોક નગર રોડ નંબર 06, અરગોરા ચોક સ્થિત વિશાલ ચૌધરીના ઘરેથી આ રોકડ મળી આવી છે. આ સાથે ઘરની અંદરથી ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. વિશાલ અને તેના પરિવારના સભ્યો તથા ઓફિસ કર્મચારીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
મનરેગા કૌભાંડથી શરૂ થયેલી EDની તપાસનો વ્યાપ ઘણો વધી ગયો છે. આ કેસમાં દરરોજ કોઈને કોઈ ખુલાસો થઈ રહ્યો છે અને સાથે જ ઈડી પણ પોતાનું દબાણ વધારી રહ્યું છે. આ અંતર્ગત ED ની ટીમ મંગળવારે પૂજા સિંઘલના નજીકના ગણાતા વિશાલ ચૌધરી અને નિશિત કેસરીના ઘર પર દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન ED ની ટીમને રોકડ સાથે ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે.
IAS અધિકારીઓ સાથે વિશાલના રહ્યાં છે સારા સંબંધ
વિશાલ ચૌધરી માત્ર રાંચી જ નહીં પરંતુ સમગ્ર ઝારખંડનું જાણીતું નામ છે. વિશાલ ચૌધરી ઝારખંડમાં અનેક કૌશલ્ય વિકાસ કેન્દ્રો પણ ચલાવે છે. કહેવાય છે કે તેના ઘણા વરિષ્ઠ IAS અધિકારીઓ સાથે સંબંધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સારા સંબંધોના નામે વિશાલે ઘણી કમાણી કરી છે અને અધિકારીઓને પણ અમીર બનાવી દીધા છે.
આજે દરોડા દરમિયાન વિશાલની ઓફિસની બહાર કચરાના ઢગલામાંથી એપલનો મોબાઈલ ફોન અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ કાગળોમાં ઘણા આઈપીએસ અધિકારીઓના નામ પણ લખવામાં આવ્યા છે. વધુ માહિતી મુજબ, દરોડા પહેલા ઓફિસમાંથી આ વસ્તુઓ અને દસ્તાવેજો ફેંકવામાં આવ્યા હતા. જોકે ઈડી દ્વારા મોબાઈલ અને દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિશાલ ચૌધરી અને અનિલ ઝા બંને બિઝનેસ પાર્ટનર છે. વિશાલ શરૂઆતમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જ્યાં તેણે ઘણી કમાણી કરી અને પછી તે જ પૈસા દ્વારા વિશાલે અધિકારીઓમાં તેની મજબૂત ધાક જમાવી હતી. આ સાથે વિશાલ ચૌધરીએ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા પોતાનું બેંક બેલેન્સ પણ મજબૂત કર્યું હતું. તે વિનાયક ગ્રુપ ઓફ કંપનીઝ ચલાવે છે, તેની સાથે તે એક ચિટ ફંડ કંપની પણ ચલાવે છે, જેમાં 3 વર્ષમાં પૈસા બમણા થઈ જાય છે. વિશાલને વિદેશમાં ફરવાનો પણ ખૂબ શોખ છે. વિશાલને કોરોનાના સમયગાળા દરમિયાન પણ 4 કરોડની મેડિકલ કીટના સપ્લાય માટે રાજ્ય સરકાર તરફથી ટેન્ડર મળ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર