આવી રીતે મહિલા જાસૂસની જાળમાં ફસાયો એન્જિનિયર, આપી મિસાઇલની જાણકારી

News18 Gujarati
Updated: October 9, 2018, 7:48 AM IST
આવી રીતે મહિલા જાસૂસની જાળમાં ફસાયો એન્જિનિયર, આપી મિસાઇલની જાણકારી
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એન્જિનિય સોશિયલ મીડિયાની મદદથી સરળતાથી બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એન્જિનિય સોશિયલ મીડિયાની મદદથી સરળતાથી બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો.

  • Share this:
ઉત્તર પ્રદેશ એન્ટી ટેરર સ્ક્વોડ ATS અને મિલિટરી ઇન્ટેલિજન્સે જાસુસીના આરોપમાં સોમવારે રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનના સીનિયર એન્જિનિયરની ધરપકડ કરી છે. એન્જિનિયર નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે તેણે બ્રહ્મોસ મિસાઇલ યુનિટમાંથી મહત્વની ટેક્નિકલ માહિતી ચોરી કરી અમેરિકા તથા પાકિસ્તાનને વેચી છે. ધરપકડ કરાયેલો વ્યક્તિ પાકિસ્તાની જાસુસી એજન્સી ISIનો એજન્ટ ગણાવવામાં આવી રહ્યો છે.

નવરાત્રિ દરમિયાન શું છે હવામાન ખાતાની આગાહી ?

અંગ્રેજી ન્યૂઝ પેપર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયર નિશાંત અગ્રવાલ અમેરિકન ખુફિયા એજન્સી સીઆઇએની એક મહિલા એજન્ટના જાળમાં ફસાયો હતો. આ માટે હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી છે, મહિલા હેન્ડલર તેને દિલ્હીથી ઓપરેટ કરી રહી હતી. હાલ તે મહિલા કોણ છે અને તે ક્યારથી નિશાંતના સંપર્કમાં છે, આ અંગે તપાસ ચાલુ છે, સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરી રહી છે.

જાણકારી પ્રમાણે નિશાંત અગ્રવાલ ઉત્તરાખંડનો રહેવાસી છે, તે ડીઆરડીઓના બ્રહ્મોસ એયરોસ્પેસમાં ચાર વર્ષથી સીનિયર સિસ્ટમ એન્જિનિયરનું કામ કરતો હતો, આ કામગીરી પ્રમાણે તે હાઇડ્રોલિક-ન્યૂમેટિક્સ અને વોરહેડ એન્ટીગ્રેશનની ટીમને લીડ કરી રહ્યો હતો. આ ટીમમાં 40 લોકો હતા.

રિપોર્ટમાં એ પણ દાવો કરાયો કે નિશાંત અગ્રવાલ છેલ્લા એક વર્ષથી અમેરિકન એજન્સી સીઆઇએ અને પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇના પેરોલ પર કામ કરી રહ્યો હતો. આ જાસુસને એક નહીં પરંતુ દેશની અનેક ખુફિયા એજન્સીઓએ પોતાના રડારમાં રાખ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એન્જિનિય સોશિયલ મીડિયાની મદદથી સરળતાથી બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો. આ માટે ઇન્ક્રિપ્ટેડ, કોડવર્ડ અને ગેમના ચેટ જોનનો ઉપયોગ કરતો હતો. મહિલા હેન્ડલરની સાથે ફેક ફિમેલ આઇડીથી વાત કરતો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એન્જિનિયર પહેલા એટીએસે કાનપુરમાંથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા પાસેથી કઇ મળ્યું ન હતું. જો કે આ મહિલાની આરોપી એન્જિનિયરની સાથે કોઇ ક્નેક્શન છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
First published: October 8, 2018, 8:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading