Home /News /national-international /

એન્ટિગુઆના વિદેશ મંત્રીને મળ્યા સુષમા સ્વરાજ, મેહુલ ચોક્સી મામલે માંગી મદદ

એન્ટિગુઆના વિદેશ મંત્રીને મળ્યા સુષમા સ્વરાજ, મેહુલ ચોક્સી મામલે માંગી મદદ

ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચામાં સામેલ થવા માટે ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચ્યા છે.

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચામાં સામેલ થવા માટે ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચ્યા છે. અમેરિકામાં એન્ટિગુઆના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી છે. પીએમની કૌભાંડનો ભાગેડું મેહુલ ચોક્સી આ સમયે એન્ટિગુઆમાં જ છે. આવી સ્થિતિમાં સુષમા સ્વરાજે ચેટ ગ્રીન સાથે આ મામલામાં સહયોગ આપવા માટે વાત કરી હતી. ગ્રીને પણ પોતાના તરફથી પુરો સહોયગ આપવાનો વાયદો કર્યો છે.

    આજે એટલે કે ગુરુવારે દરેક દેશોના વિદેશ મંત્રીઓની થનારી બ્રિક્સ બેઠકમાં સામેલ થશે. જ્યાં જાપાન અને સીરિયાના વિદેશ મંત્રી તારો કોનો અને વાલીદ-અલ-મોઅલ્લેમ સાથે મુલાકાત કરનારા છે.



    આ પહેલા બુધવારે સુષમાએ જી-4 દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સુધારા ઉપર ચર્ચા પણ કરી હતી. જી-4 ભારતી, બ્રાઝીલ, જર્મની અને જાપાને લાંબા સમયથી પડતર રહેલા સુરક્ષા પરિષદમાં સુધારાના મુદ્દે કોઇ પ્રકારની પ્રગતિ ન થવાથી પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.





    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી સુષમા આઇ.બી.એસ.એ (ઇબ્સા) ભારત, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકાના ત્રિકોણીય મીટિંગમાં સામેલ થશે. સાર્ક દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠક પણ આજે ન્યૂયોર્કમાં થવા જઇ રહી છે. જેમાં સુષ્મા પણ સામલે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Antigua, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन