ન્યૂઝ18 ગુજરાતી : દોઢ મહિના સુધી ચાલેલી ચૂંટણી બાદ ગુરુવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામના શરૂઆતના વલણમાં જ બીજેપીને બહુમતી મળી ગઈ હતી. એટલું જ નહીં વલણ પ્રમાણે ભાજપે 2014નો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આને લઈને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પીએમ મોદીની પ્રશંસા કરતું એક ટ્વિટ કર્યું છે.
સુષમાએ કરી PMની પ્રશંસા :
વલણ પ્રમાણે એનડીએ સરકાર બનતી જોઈને જ વડાપ્રધાન મોદીની પ્રશંસા શરૂ થઈ ગઈ છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી જીત અપાવવા બદલ પીએમ મોદી તમને ખૂબ ખૂબ અભિનંદન. હું દેશવાસીઓ પ્રત્યે હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
કોંગ્રેસ ઇવીએમ પર ઉઠાવ્યા સવાલ :
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ વલણ વચ્ચે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના જૂના નિવેદન પર અડગ છે. નોંધનીય છે કે અલ્વીએ થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે બીજેપીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી જીતાવીને ઈવીએમથી ધ્યાન હટાવવાનું કામ કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં ઇવીએમથી મોટો ખેલ થશે.
प्रधान मंत्री जी @narendramodi - भारतीय जनता पार्टी को इतनी बड़ी विजय दिलाने के लिए आपका बहुत बहुत अभिनन्दन. मैं देशवासियों के प्रति हृदय से कृज्ञता व्यक्त करती हूँ.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 23, 2019
કોંગ્રેસના નેતા શીલા દીક્ષિતે પણ માન્યું કે મોદી લહેર છે. તેમણે કહ્યું જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે તે પ્રમાણે તો મોદી લહેર જ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર