પાસપોર્ટ વિવાદને લઈને ટ્વિટર પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્રોલ કરવાનો સિલસિલો યથાવત છે. શનિવેરા એક યૂઝર્સે સુષ્માના પતિ સ્વરાજ કૌશલને ટ્વિટ કરીને બીજેપી અને વિદેશ મંત્રી પર મુસ્લિમોના તુષ્ટીકરણનો આરોપ લગાવતા કૌશલને કહ્યું કે, સાંજે જ્યારે સુષ્મા ઘરે આવે તો તેમને ફટકારીને તેમને સમજાવજો.
સ્વરાજ કૌશલે એક ટ્વિટનું સ્ક્રિનશોર્ટ શેર કર્યો જેમાં લખ્યું હતું, 'આજે રાત્રે જ્યારે તેઓ ઘરે આવે તો તેમને ફટકારજો અને સમજાવો કે, મુસ્લિમ તુષ્ટીકરણ ન કરે. તેમને જણાવો કે મુસલમાન બીજેપીને ક્યારેય વોટ આપશે નહી.'
વિદેશ મંત્રીએ પણ સ્વરાજના આ ટ્વિટને લાઈક કર્યું છે. જ્યારે મુકેશ ગુપ્તા નામના આ વ્યક્તિના વધુ એક ટ્વિને લાઈક કર્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે, 'કોઈએ તો સુષ્માને સીધા કરવા પડશે, તેમને વિશ્વાસ અપાવવો પડશે કે મુસલમાન બીજેપીને વોટ આપશે નહી. ગવર્નર આ માત્ર તમે કરી શકો છો, આગળ વધો તેમને ફિક્સ કરો. કરોડો ભારતીયોની દુવા લાગશે.'
આનાથી કેટલાક દિવસ પહેલા સુષ્માને પાસપોર્ટ આપવાના વિવાદને લઈને સુષ્મા સ્વરાજને ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ પાસપોકર્ટ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરનાર તન્વી શેઠને આપવામાં આવ્યો હતો. આ દંપતિ લખનઉના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કાર્યરત વિકાસ મિશ્રા તેમને પાર્ટપોર્ટ આવેદનને લઈને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ પછી મિશ્રાની બદલી કરી દેવામાં આવી હતી.
આ દંપતિએ દાવો કર્યો છે કે, મિશ્રાએ મહિલાના પતિને કહ્યું કે, તેઓ હિન્દુ ધર્મ અપનાવી લે. અધિકારી પર તે પણ આરોપ લગાવ્યો કે તેને મહિલાને એક મુસ્લિમ સાથે લગ્ન કરવાને લઈને ખુબ જ ખરી-ખોટી સંભળાવી. પાછળથી પોલીસ અને એલઆઈયૂ (સ્થાનિક ગુપ્ત એકમ)ની રિપોર્ટમાં સામે આવ્યું કે, મહિલાએ જે સરનામું આપ્યું હતું તેના પર તે પાછલા એક વર્ષથી રહેતી નહતી.
સોશિયલ મીડિયાના એક વર્ગે મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી પર સુષ્મા અને મંત્રાલય પર હુમલો કર્યો હતો અને કહ્યું કે, તે માત્ર પોતાની ડ્યુટી કરી રહ્યો હતો. આ વિશે જેટલા પણ ટ્વિટ કરવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાકને સુષ્માએ ફરીથી ટ્વિટ કર્યા.
આ પૂછવા પર કે શું મંત્રાલય ટ્રોલ કરનારાઓ વિરૂદ્ધ શું કોઈ કાર્યવાહી કરવાનું વિચાર કરી રહ્યું છે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, 'વિદેશ મંત્રાલયે આ પ્રકારના દૂભાગ્યપૂર્ણ ટ્વિટ અને ટ્રોલ કરવાનો પોતાની રીતે જવાબ આપ્યો હતો. મને નથી લાગતું કે, મારા પાસે આના વિશે કહેવા માટે બીજું કંઈ છે.'
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર