સુષમા સ્વરાજ અને સુમિત્રા મહાજનને રાજ્યસભામાં પણ નહીં મોકલાય, આ પગલાથી થયું સ્પષ્ટ

સુષમા સ્વરાજ અને સુમિત્રા મહાજને જાતે કરી હતી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત

News18 Gujarati
Updated: June 20, 2019, 7:38 AM IST
સુષમા સ્વરાજ અને સુમિત્રા મહાજનને રાજ્યસભામાં પણ નહીં મોકલાય, આ પગલાથી થયું સ્પષ્ટ
સુષમા સ્વરાજની ઉંમર હાલ 67 વર્ષ અને સુમિત્રા મહાજનની ઉંમર 76 વર્ષ છે. (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 20, 2019, 7:38 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : ભાજપના બે કદ્દાવર મહિલા નેતા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને લોકસભાની પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનને રાજ્યસભામાં પણ સાંસદ નહીં બનાવવાના સંકેત આપી દીધા છે. હકીકતમાં સુષમા સ્વરાજના પૂર્વ સાંસદના ઓળખ કાર્ડ માટે અરજી કરતાં અને સુમિત્રા મહાજને આ કાર્ડ મેળવ્યા બાદ આ વાત કહેવામાં આવી રહી છે.

સુષમા સ્વરાજની ઉંમર હાલ 67 વર્ષ અને સુમિત્રા મહાજનની ઉંમર 76 વર્ષ છે. બંનેએ 16મી લોકસભામાં ક્રમશ: મધ્યપ્રદેશની વિદિશા અને ઇન્દોર સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બંનેએ જાતે કરી હતી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત

સ્વરાજે ગયા વર્ષે સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવાની વાત કહી હતી. જોકે, તેઓએ રાજનીતિથી સંન્યાસની વાતથી ઇનકાર કર્યો હતો. બીજી તરફ, સુમિત્રા મહાજન આઠ વાર સાંસદ રહી ચૂકી છે. એપ્રિલમાં જ તેઓએ ભાજપને એક ખુલ્લા પત્રમાં લખ્યું હતું કે ભાજપ ઇનદોરથી પોતાના આગામી ઉમેદવાર ઉતારવામાં ખચકાયે નહીં. હવે તેઓ ચૂંટણી નથી લડવા માંગતા.

હવે તેમના આ પગલાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ હવે આ બંને કદ્દાવર મહિલા નેતાઓને રાજ્યસભામાં પણ નહીં મોકલે. સુષમા સ્વરાજ ત્રણ દાયકા સુધી સંસદમાં રહેવા ઉપરાંત 1998માં થોડા સમય માટે દિલ્હીની મુખ્યમંત્રી પણ રહી ચૂકી છે.

શું હોય છે પૂર્વ સાંસદના કાર્ડ મેળવવાની પ્રક્રિયા?
Loading...

પૂર્વ સાંસદના કાર્ડને મેળવવા માટે સભ્યોને પહેલાના કાર્ડસને સરેન્ડર કરવા પડે છે. ત્યારબાદ તેમને એક પૂર્વ સાંસદના કાર્ડ માટે એક એપ્લિકેશન લખવી પડે છે. આ એપ્લિકેશનની સાથે તેમને ત્રણ પાસપોર્ટ સાઇઝ તસવીરો પણ જમા કરાવવી પડે છે.

આ પણ વાંચો, એક દેશ-એક ચૂંટણી : મમતા-માયા, કેજરીવાલ અને અખિલેશ સર્વ પક્ષીય બેઠકમાં ન જોડાયા
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...