Home /News /national-international /

સુષ્મા સ્વરાજ માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા હતા મંત્રી, શાનદાર રહી રાજકીય સફર!

સુષ્મા સ્વરાજ માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા હતા મંત્રી, શાનદાર રહી રાજકીય સફર!

બીજેપી નહીં પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં પણ તેમનું કદ વધી ગયું હતું. આજ કારણે 2009માં બીજેપી તરફથી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવ્યા હતા

બીજેપી નહીં પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં પણ તેમનું કદ વધી ગયું હતું. આજ કારણે 2009માં બીજેપી તરફથી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવ્યા હતા

  બીજેપીના સૌથી પ્રખર નેતાઓમાં જેમની ગણના થતી હતી તેવા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. તેમની એમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેમનું 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મંગળવારે હાર્ટએટેક આવવાથી તેમનું નિધન થયું છે. આ સમાચાર મળતા કેટલાએ કેન્દ્રીય મંત્રી એમ્સ પહોંચી ગયા છે. તેમનું રાજનૈતિક કરિયર શાનદાર રહ્યું. ટ્વીટ પર લોકોની મદદ માટે પ્રખ્યાત સુષ્મા સ્વરાજના રાજકીય સફરની શરૂઆત ઈમરજન્સી સમયથી જ શરૂ થઈ ગઈ હતી. પરંતુ રાજનીતિમાં તેમની એન્ટ્રી 1977માં ત્યારે થઈ જ્યારે તે હરિયાણાથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા.

  1977-1979માં જ તે રાજ્યમાં ચૌધરી દેવી લાલની સરકારમાં તેમને શ્રમ મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી. તે સમયે સૌથી ઓછી ઉંમરના મંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે હતો. તેમના નામે સૌથી નાની ઉંમરમાં જનતા પાર્ટી હરિયાણાના અધ્યક્ષ બનવાનો પણ રેકોર્ડ છે.

  વર્ષ 1990માં તે પહેલીવખત સાંસદ બન્યા. તે 1996માં અટલ બિહારી બાજપાઈની 13 દિવસની સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી હતી. ત્યારબાદ કેન્દ્રીય રાજનૈતીથી તેમની વાપસી ફરી એક વખત રાજ્યમાં થઈ. વર્ષ 1998માં તેમને દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી આપવામાં આવી અને તે દિલ્હીના પહેલા મુખ્યમંત્રી બન્યા. જોકે, આ સરકાર વધારે દિવસ સુધી ચાલી ન શકી.

  તેમના રાજનૈતિક કરિયરે ફરી એક વખત 1999માં ટર્ન લીધુ અને સોનિયા ગાંધી વિરુદ્ધ બેલ્લારીથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, બીજેપીની રણનીતિ વિદેશી વહુની સામે જવાબાં દેશની દીકરી ઉતારવાની નીતિનો ભાગ હતો. જોકે, સુષ્મા સ્વરાજ ચૂંટણી હારી ગયા. ત્યારબાદ 2000માં તે રાજ્યસભા સાંસદ બન્યા અને અટલ બિહારી બાજપાઈ સરકારમાં ફરી સૂચના પ્રસારણ મંત્રી બન્યા.

  આ દરમિયાન માત્ર બીજેપી નહીં પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં પણ તેમનું કદ વધી ગયું હતું. આજ કારણે 2009માં બીજેપી તરફથી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવ્યા હતા. જોકે, આ સમયે કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો. સ્વરાજ વિપક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા. આ પદ પર તે વર્ષ 2014 સુધી રહ્યા. 2014માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મોદી સરકારમાં તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. આ દરમિયાન ટ્વીટરની મદદથી તે લોકોની મદદ કરતા હતા.

  અંબાલામાં થયો જન્મ
  તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1952માં અવિભાજીત પંજાબના અંબાલા છાવણીમાં થયો હતો. પરિવાર મૂલ રૂપથી પાકિસ્તાનના લાહોરના હતો, જે વિભાજન બાદ અંબાલા આવ્યો હતો. સુષ્માજીના પિતા હરદેવ શર્મા કટ્ટર સનાતની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા, જેથી ઘરમાં હંમેશા રાજનૈતિક ચર્ચા સાંભળતા રહેતા હતા. સુષ્માએ અંબાલાના સનાતન ધર્મ કોલેજથી સંસ્કૃત અને રાજનૈતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો.

  આ દરમિયાન તેમણે કોલેજની સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થીની અને ઓજસ્વી ભાષણના કારણે સલંગ ત્રણ વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ વક્તા પુરસ્કાર મળ્યો. અહીંથી સુષ્મા સ્વરાજ ચંદીગઢ પહોંચ્યા અને પંજાબ વિશ્વવિદ્યાલયથી કાયદાકીય ડિગ્રી લીધી. લો કોલેજમાં પણ સુષ્મા સ્વરાજે પોતાના પ્રખર અને સ્પષ્ટ વિચારોથી ટુંક સમયમાં વિદ્યાર્થીઓથી લઈ પ્રોફેસરો વચ્ચે પોતાની ધાક જમાવી લીધી હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: સુષ્મા સ્વરાજ

  આગામી સમાચાર