મોસુલ મુદ્દે સુષ્મા જાહેરમાં માફી માંગે: કોંગ્રેસ

News18 Gujarati
Updated: March 21, 2018, 10:46 AM IST
મોસુલ મુદ્દે સુષ્મા જાહેરમાં માફી માંગે: કોંગ્રેસ

  • Share this:
ચાર વર્ષ પહેલા ઇરાકના મોસુલથી અપહરણ કરાયેલ 39 ભારતીય નાગરિકો માર્યા ગયા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદને આની જાણકારી આપી હતી. જે પછી વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ મોદી સરકાર અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પર ઘણાં આરોપો લગાવી રહી હતી. કોંગ્રેસનું કહેવું હતું કે આ મામલો 2014નો છે. વિદેશ મંત્રીએ ચાર વર્ષ સુધી પીડિત પરિવારને અજાણ રાખ્યાં. જેના માટે તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ. જેની સાથે કોંગ્રેસે મોસુલમાં માર્યા ગયેલ ભારતીય નાગરિકોના પરિવારને 2-2 કરોડ આપવાની માગ કરી.

કોંગ્રસેના હંગામાનો જવાબ આપતા સુષ્મા સ્વરાજે તેમને આડે હાથ લીધા હતાં. સુષ્મા સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસ હવે નીચી રાજનીતિની હદો પાર કરી રહી છે. જે પછી સાંજે કોંગ્રેસના મહાસચિવ અંબિકા સોનીએ આની પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રીને ઘેરામાં લીધા હતા. અંબિકા સોનીએ કહ્યું કે સુષ્મા સ્વરાજ પીડિત પરિવારોને જઈને મળે અને જાહેરમાં માફી માંગે. તેમને મળે ત્યારે તે ખુલાસો આપે કે આટલા વર્ષો સુધી પરિવારને અંધારામાં કેમ રાખ્યાં.

કોંગ્રેસે 2014માં જ ઉઠાવ્યો હતો આ મુદ્દો

પાર્ટી મહાસચિવે કોંગ્રેસ પાર્ટી ઇરાકમાં બંધક બનાવેલ ભારતીયોનો મામલો જુલાઈ 2014માં જ ઉઠાવ્યો હતો. પાર્ટીએ સંસદમાં વિદેશ મંત્રીને તમામ સબૂત પણ આપ્યાં હતાં. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બંધકોની જીંદગી ખતરામાં છે કે તેમને મારી નાંખવામાં આવ્યાં છે.

અંબિકાએ કહ્યું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હરજીત મસીહ સહિત દરેક વ્યક્તિના દાવોને નકારી દીધા હતાં. તેમણે સંસદમાં એ કહ્યું હતું કે મોસુલમાં બંધક બનાવેલ ભારતીય જીવતા છે અને સકુશલ પણ છે.

વિદેશ મંત્રાલયે મામલામાં ન દેખાડી સંવેદનશીલતાતેમણે કહ્યું કે મોદી સરકાર અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલાએ સંવેદનશીલતાથી નથી ઉકેલ્યો. તેમણે કહ્યું કે બંધક બનાવેલના પરિવારજનો છેલ્લા ચાર વર્ષથી તેમના હાલ જાણવા માટે દર-દર ભટકતા હતાં. તેમણે તે પણ કહ્યું કે, વિદેશ મંત્રીના સૂત્રો તેમને કહેતા હતાં કે તે લોકો જીવીત અને સકુશળ છે પરંતુ તે આ વાત અંબિકા સોનીને બતાવી ન હતાં શકતા કારણ કે તે મંત્રી ન હતાં.

અંબિકા સોનીએ કહ્યું કે રાજ્યસભામાં એ વાત ઘણી દુર્ભાગ્યપુર્ણ રહી કે સુષ્મા જલ્દી જલ્દી માત્ર પોતાની વાત કહીને જતા રહ્યાં. તેમણે આ માટે વિપક્ષના કોઈપણ નેતાને પોતાની વાત કહેવાની તક ન આપી.

આ પહેલા રાહુલે ટ્વિટ કરીને કહ્યું, 'હું આ સાંભળને સ્તબ્ધ છું કે 2014થી ઇરાકમાં બંધક બનાવેલ 39 ભારતીયોની મોતની પૃષ્ટી થઈ ગઈ છે. હું એ પરિવાર પ્રતિ ઉંડી સંવેદના વ્યક્ત કરું છું, જે એ આશા સાથે જીવી રહ્યાં હતાં. કે મારા પ્રિયજન પરત ફરશે. મારું દિલ અને દુવાઓ તમારા બધાની સાથે છે.'
First published: March 21, 2018, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading