પંજાબ (Punjab Election)માં હાલ ભાજપના સ્ટાર પ્રચારકો (BJP’s star campaigners) ચૂંટણી રેલીઓને ગજવી રહ્યા છે. ત્યાં પીએમ મોદી (PM Modi) પણ આજે જાલંધર (Jalandhar)માં એક રેલી કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ (Sushma Swaraj)ને તેમની 70મી જન્મજયંતિ પર યાદ કર્યો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી લખ્યું કે 'અત્યારે હું જલંધરથી રેલી કરીને પરત ફરી રહ્યો છું. આજે સુષ્માજીની જન્મજયંતિ છે. મને અચાનક તેમની સાથે જોડાયેલી એક બહુ જૂની ઘટના યાદ આવી ગઈ છે, તેથી વિચાર્યું કે તમારી સાથે શેર કરું.
લગભગ પચીસ વર્ષ પહેલાંની વાત હશે, જ્યારે હું ભાજપ સંગઠનમાં કામ કરતો હતો અને સુષ્માજી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. મારા ગામ વડનગરમાં તેઓ ગયા હતા અને ત્યાં મારી માતાને પણ મળ્યા હતા. તે સમયે અમારા પરિવારમાં મારા ભત્રીજાને પુત્રીનો જન્મ થયો હતો. જ્યોતિષીઓએ નક્ષત્ર જોઈને તેનું નામ શોધી કાઢ્યું અને પછી નામ નક્કી થયું. પરિવારના સભ્યોએ પણ નક્કી કર્યું હતું કે તેઓ કહેશે તેમ કરશે.
પરંતુ મારી માતાએ સુષ્માજીને મળ્યા પછી કહ્યું કે દીકરીનું નામ સુષ્મા રાખવામાં આવશે. મારી માતા બહુ ભણેલી નથી પણ વિચારોમાં બહુ આધુનિક છે. અને તે સમયે જે રીતે તેમણે દરેકને નિર્ણય સંભળાવ્યો, તે પણ મને આજે પણ યાદ છે. સુષ્માજીને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
જણાવી દઈએ કે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ અંબાલા કેન્ટમાં થયો હતો. તેમની યાદમાં ભારત સરકારે 'પ્રવાસી ભારતીય કેન્દ્ર'નું નામ બદલીને 'સુષ્મા સ્વરાજ ભવન' કર્યું. આ સિવાય ફોરેન સર્વિસ ઈન્સ્ટિટ્યૂટનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ કરવામાં આવ્યું હતું. આ બંને સંસ્થાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર