Home /News /national-international /

હિન્દુ બાળકીઓના અપહરણ મુદ્દે સુષ્માએ રિપોર્ટ માંગ્યો, પાકિસ્તાને કહ્યું, આંતરિક મામલો

હિન્દુ બાળકીઓના અપહરણ મુદ્દે સુષ્માએ રિપોર્ટ માંગ્યો, પાકિસ્તાને કહ્યું, આંતરિક મામલો

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ફાઇલ તસવીર

માઇક્રો- બ્લૉગિંગ સાઇટ ટ્વીટર પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે વાક યુદ્ધ થયું

    ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી અને દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે ટ્વીટર પર તણખા ઝર્યા છે. સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સ્થિત હાઇ કમિશનર પાસે બે હિંદુ બાળકીઓના અપહરણનો રિપોર્ટ માંગવા માટે કહ્યું હતું. કથિત રીતે બે બાળકીઓ સિંધ વિસ્તારમાંથી અપહરણ કરાઈ હતી અને તેમનું ધર્મ પરિવર્તન કરી દેવાયું હતું. આ ઘટના હોળીના આગલા દિવસની છે.

    સુષ્મા સ્વરાજે એક રિપોર્ટને ટાંકીને ટ્વીટર પર પાકિસ્તાનના હાઇકમિશનર પાસે રિપોર્ટ માંગી. રિપોર્ટ માંગતાની સાથે જ પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચોધરીએ કહ્યું કે 'મેમ આ પાકિસ્તાનો આંતરિક મામલો છે'

    ત્યારબાદ સુષ્માએ જવાબ આપ્યો કે ' મેં ફક્ત પાકિસ્તાન સ્થિતિ ભારતીય ઉચ્ચાયુક્ત પાસે સગીર હિંદુ બાળકીઓના અપહરણ અને ધર્મ પરિવર્તનનો અહેવાલ માંગ્યો છે,જેનાથી તમારું નારાજ થવું દર્શાવવું ઘણું સૂચવે છે.'



    આ પણ વાંચો:  કોંગ્રેસનું વર્તન પાકિસ્તાની પાર્ટી જેવું, BJP હારે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે: CM રૂપાણી



    ફવાદ હુસ્સૈને ત્યારબાદ ગુજરાત રમખાણાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ' અમને ખુશી છે કે તમે બીજાના દેશોમાં અલ્પસંખ્યકોના અધિકારો માટે ઊભા છો. આશા રાખીએ છે કે તમે તમારા ઘરમાં ગુજરાત અને કાશ્મીરમાં પણ અલ્પસંખ્યકોના અધિકારો માટે ઉભા રહો. આ ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન છે, જ્યાં સૌના માટે સમાન અધિકાર છે.'



    પુલવામાં હુમલો અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણવાભર્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અનેક પ્રસંગે કહ્યું છે કે અલ્પસંખ્યકો સાથે સમાન વ્યવહાર થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ભારત-પાકિસ્તાન, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन