દેશમાં જ સર્જરી કરાવવા માટે મક્કમ હતા સુષમા સ્વરાજ, આ હતું કારણ

News18 Gujarati
Updated: November 5, 2019, 11:21 AM IST
દેશમાં જ સર્જરી કરાવવા માટે મક્કમ હતા સુષમા સ્વરાજ, આ હતું કારણ
સુષમા સ્વરાજની સર્જરી માટે AIIMSના ડૉક્ટર તૈયાર નહોતા, સ્વરાજ કૌશલે કર્યો ખુલાસો

સુષમા સ્વરાજની સર્જરી માટે AIIMSના ડૉક્ટર તૈયાર નહોતા, સ્વરાજ કૌશલે કર્યો ખુલાસો

  • Share this:
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ની વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ (Sushma Swaraj)નું આ વર્ષે ઑગસ્ટમાં નિધન થયું હતું. નિધનના ત્રણ મહિના બાદ તેમના પતિ સ્વરાજ કૌશલે જણાવ્યું કે, AIIMSના ડૉક્ટર ઈચ્છતા હતા કે તેમના કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી વિદેશમાં થાય, પરંતુ સુષમા સ્વરાજ ભારતમાં જ સર્જરી કરાવવાની જીદ પર અડગ હતા.

વિદેશમાં સર્જરી કરાવવાની ના પાડી

સ્વરાજ કૌશલે સોમવાર રાત્રે પોતાની પત્ની સુષમા સ્વરાજને યાદ કરતાં એક પછી એક અનેક ટ્વિટ કર્યા. આ દરમિયાન તેઓએ સર્જરીનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, એઇમ્સના ડૉક્ટર કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી ભારતમાં કરવા માટે તૈયાર નહોતા, પરંતુ સુષમાએ કહ્યું કે, આ રાષ્ટ્રીય ગૌરવની વાત છે અને તેઓએ વિદેશ જવાની ના પાડી દીધ. તેઓએ પોતાની સર્જરીની તારીખ ફાઇનલ કરી અને ડૉક્ટર મુકુટ મિંજને કહ્યું, ડૉક્ટર સાહેર તમે માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ પકડો, કૃષ્ણા મારી સર્જરી તમે કરશો.


આ કારણે વિદેશ ન ગયા

નોંધનીય છે કે, ડિસેમ્બર 2016માં સુષમા સ્વરાજનું AIIMSમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. સર્જરી બાદ તેઓ ખૂબ ખુશ હતાં. તેમના પતિએ લખ્યું કે, સર્જરીના બીજા દિવસે ખુરશી પર બેસીને તેઓ મલકાઈ રહ્યા હતા. તેઓએ કહ્યું કે, જો આપણે વિદેશ જઈશું તો આપણા ડૉક્ટરો અને હૉસ્પિટલો પરથી લોકોને વિશ્વાસ ઊઠી જશે.

સ્વરાજ કૌશલે પીએમ મોદીનો આભાર માન્યો

સ્વરાજ કૌશલે. સર્જરી માટે પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો. તેઓએ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દ નથી. તેઓ સતત ડૉક્ટરોના સંપર્કમાં રહ્યા. વડાપ્રધાને સુષમાને સતત કહ્યુ કે તણાવ ન લે કારણ કે તેમનું સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે. બાંસુરી અને હું હંમેશા આપના આભારી રહીશું.

આ પણ વાંચો,

બંગાળના બીજેપી અધ્યક્ષે કહ્યુ- ગાય કેમ? શ્વાનનું માંસ ખાઓ, આપને કોણ રોકે છે?
RCEPથી પાછળ હટવાનું કારણ રાજનીતિ કે કૂટનીતિ નહીં પરંતુ ટ્રમ્પ અને Brexit છે!
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर