મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ કહ્યું, 'મુંબઈ શહેર હવે રહેવા માટે સુરક્ષિત નથી'

News18 Gujarati
Updated: August 4, 2020, 11:44 AM IST
મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ કહ્યું, 'મુંબઈ શહેર હવે રહેવા માટે સુરક્ષિત નથી'
અમૃતા ફડણવીસ (ફાઇલ તસવીર)

શિવસેના અને એનસીપીના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ મુંબઈ પોલીસ પર કરેલા ટ્વીટ બાદ તેમની આકરી ટીકા કરી.

  • Share this:
 મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતના આપઘાત (Sushant Singh Rajput Case) અને તેના મોતની તપાસ મામલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Ex CM Devendra Fadnaivs)ના પત્ની અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) ટ્વીટ કરીને પોતાનો મત રજૂ કર્યો છે. અમૃતા ફડણવીસના કહેવા પ્રમાણે મુંબઈમાં હવે માનવતા મરી પરવરી છે, આ શહેર હવે રહેવા માટે સુરક્ષિત નથી. મુંબઈ પોલીસ (Mumbai Police) જે રીતે સુશાંતસિંહ રાજપૂતના આપઘાતના કેસમાં તપાસ કરી રહી છે તેના સંદર્ભમાં અમૃતાએ આ આ ટ્વીટ કર્યું છે.

જોકે, આ ટ્વીટની સાથે જ અમૃતા ફડણવીસે મુંબઈમાં સત્તાધારી શિવસેના અને એનસીપીના નેતાઓને તેમના પર હુમલો કરવાનો મોકો પણ આપ્યો છે. આ નેતાઓનું કહેવું છે કે અમૃતા ફડણવીસ એ જ પોલીસની ટીકા કરી રહ્યા છે, જેમની તેઓ ક્યારેક પ્રશંસા કરતા થકતા ન હતા.

અમૃતા ફડણવીસે ટ્વીટ કર્યું કે, "સુશાંતસિંહ રાજપૂતના કેસને જે રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યો છે, તેના પરથી મને લાગે છે કે મુંબઈ શહેરે પોતાની માનવતા ગુમાવી દીધી છે, આ શહેર હવે રહેવા માટે સુરક્ષિત નથી."

આ પણ વાંચો : સુરત : 'રસ્તા વચ્ચે યુવકની બૂમાબૂમ, માસ્ક નહીં જ પહેરું, થાય તે કરી લો'

આ મામલે પ્રતિક્રિયા આપતા શિવસેનાના રાજ્ય સભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું કે, "હું રાજ્યના બીજેપી નેતાઓ અને તેમના પરિવારોને પડકાર ફેંકું છું કે તેઓ પોલીસની સુરક્ષા લેવાનુ છોડી દે અને ખાનગી સુરક્ષાકર્મીઓ રાખી લે, જેઓ તેમને આ શહેરમાં સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે. એક પૂર્વ મુખ્યમંત્રીના પત્ની થઈને કોઈ આવી વાત કરે ત્યારે ખરેખર તે શરમજનક કહેવાય."

એનસીપીના પ્રવક્તા અદીતી નાલવદેએ અમૃતા ફણવીસની એક તસવીર પોસ્ટ કરીને તેના પર આકરા પ્રહાર કર્યા છે. આ તસવીરમાં અમૃતા ફડણવીસ એક લંચ સેરેમની દરમિયાન એક શીપના કિનારા પર બેઠા છે. અદીતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "તેણીએ એ ન ભૂલવું જોઈએ કે જ્યારે તેણી શીપના કિનારા પર ખતરનાક રીતે બેઠા હતા ત્યારે, મુંબઈ પોલીસ જ હતી જે તેમનું રક્ષણ કરી રહી હતી."
Published by: Vinod Zankhaliya
First published: August 4, 2020, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading