મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા મામલામાં સતત નિવેદન થઈ રહ્યા છે. બીજેપી આ મામલામાં મહારાષ્ટ્ર સરકારને ઘેરવામાં લાગી છે. આ દરમિયાન એનસીપી ચીફ શરદ પવાર (Sharad Pawar)નું નિવેદન પણ સામે આવ્યું છે. શરદ પવારે કહ્યું કે જે રીતે આ ઘટનાને મીડિયામાં કવેરજ મળી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. આ મામલામાં સીબીઆઈ કે કોઈપણ પાસે તપાસ કરાવો પણ અમને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે.
શરદ પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ મામલામાં ઠાકરે પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે? તો તેમણે કહ્યું કે અમને નથી ખબર કે તેની પાછળ શું ઉદ્દેશ્ય છે. પણ અમને મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર છેલ્લા 50 વર્ષોથી વિશ્વાસ છે. એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થઈ રહી છે. બે દિવસ પહેલા સતારામાં એક ખેડૂતે કહ્યું કે અમારા જિલ્લામાં 20 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે પણ તેના પર કોઈ વાત કરી રહ્યું નથી. પવારે કહ્યું કે કોઈને પાસે પણ તપાસ કરાવે તે રાજ્ય સરકાર અને સીબીઆઈનો વિષય છે. અમને સીબીઆઈની તપાસનો વિરોધ નથી પણ આવી માંગણી ના થવી જોઈએ.
પાર્થ પવારે કરેલી સીબીઆઈની માંગણી પર તેમણે કહ્યું કે તે બાળક છે. તે અનુભવહીન છે. ઉલ્લેખનીય છે કે પાર્થ પવારે સોમવારે પ્રદેશના ગૃહમંત્રી અનિલ દેશમુખને એક પત્ર સોંપ્યો હતો. આ પત્રને ટ્વિટર પર શેર કરતા પાર્થ પવારે લખ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના મોતની સાચી તપાસ થવી જોઈએ. આ આખા દેશ વિશેષ કરીને યુવાઓની ભાવના છે. મેં ગૃહમંત્રીને સીબીઆઈ તપાસ શરૂ કરાવવાની વિનંતી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર