Home /News /national-international /Corona Pandemic: 10 માંથી 9 લોકોએ માન્યું જ્યારે માસ્ક ફરજિયાત હતું ત્યારે પણ પહેરતા ન હતા, સર્વેમાં ખુલાસો

Corona Pandemic: 10 માંથી 9 લોકોએ માન્યું જ્યારે માસ્ક ફરજિયાત હતું ત્યારે પણ પહેરતા ન હતા, સર્વેમાં ખુલાસો

62 ટકા લોકો કપડાંથી બનેલા માસ્ક પહેરે છે (તસવીર - AP))

Corona infection - માસ્ક પહેરવા અંગેના સર્વેમાં ભારતના 349 જિલ્લાના 30 હજાર લોકોએ ભાગ લીધો હતો

નવી દિલ્હી : કોરોના મહામારી (Corona pandemic)ની તીવ્રતા ઓછી થઈ રહી હોવાનું જોવા મળ્યું છે. કોરોના સંક્રમણ (Corona infection)ના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે કેટલાક રાજ્યોમાં હવે માસ્ક (Mask)પહેરવું ફરજીયાત નથી. દિલ્હીમાં પોઝિટિવ કેસ (Corona positive case)નો દર 1 ટકાથી પણ નીચે આવી ગયો છે. અત્યારે માસ્ક પહેરવું ભલે ફરજીયાત ન હોય પણ તે પહેરવું હિતાવહ છે. બીજી તરફ માસ્ક પહેવાને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક સર્વે (Survey) મુજબ દેશમાં દર 10માંથી 9 લોકોનું માનવું છે કે, માસ્ક પહેરવું ફરજીયાત હતું ત્યારે પણ તેમના વિસ્તાર કે જિલ્લાના મોટાભાગના લોકો માસ્ક પહેરતા જ ન હતા અથવા ખોટી રીતે પહેરતા હતા.

7 ટકા લોકોએ જ માસ્ક ફરજીયાત પહેરવાનું પાલન યોગ્ય રીતે થયું હોવાનું સ્વીકાર્યું

માસ્ક પહેરવા વિશે પૂછવામાં આવતા 57 ટકા લોકોએ કહ્યું કે લોકો માસ્ક પહેરતા હતા, પરંતુ તે માત્ર દેખાડવા ખાતર હતું. કોઈએ યોગ્ય રીતે માસ્ક પહેર્યા ન હતા. જ્યારે 22% લોકોએ માન્યું કે લોકો પાસે માસ્ક હતા પરંતુ તેઓએ તે પહેર્યા ન હતા. બીજી તરફ 11% લોકોએ કહ્યું કે લોકો પાસે માસ્ક જ ન હતા. આ દરમિયાન માત્ર 7 ટકા લોકોએ જ તેમના વિસ્તારના લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું પાલન યોગ્ય રીતે કર્યું હોવાનું સ્વીકાર્યું હતું.

માસ્ક પહેરવા અંગેના સર્વેમાં ભારતના 349 જિલ્લાના 30 હજાર લોકોએ ભાગ લીધો હતો. માસ્કના નિયમોનું પાલન કરવા અંગે પૂછવામાં આવતા 7 ટકા લોકોએ જવાબ આપ્યો હતો કે, કોઈએ નિયમોનું પાલન કર્યું નથી. આ સાથે જ 36 ટકા લોકોનું માનવું હતું કે 30 ટકા લોકો નિયમોનું પાલન કરે છે. બીજી તરફ 35% લોકોએ કહ્યું કે 30 થી 60% લોકો માસ્ક સાથે સંબંધિત નિયમોનું પાલન કરે છે. આશરે 10 ટકા લોકોએ કહ્યું કે, 60 થી 90 ટકા લોકોએ નિયમોનું પાલન કર્યું છે અને 6 ટકા લોકો માને છે કે 90 ટકાથી વધુ લોકો માસ્ક પહેરે છે.

આ પણ વાંચો - પ્રથમ દીકરી જન્મતા પરિવાર થયો ઘણો ખુશ, દીકરીને હેલિકોપ્ટરમાં લઇને ઘરે લાવ્યા

62 ટકા લોકો કપડાંથી બનેલા માસ્ક પહેરે છે

લોકોને તેમના વિસ્તાર, શહેર કે જિલ્લામાં લોકો દ્વારા પહેરવામાં આવતા માસ્કના પ્રકાર વિશે પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, 3માંથી 2 લોકો એટલે કે લગભગ 62 ટકા લોકો કપડાંથી બનેલા માસ્ક પહેરે છે. આ માસ્કથી સીમિત સ્તર પર જ સુરક્ષિત રહી શકાય છે. આમ સર્જિકલ માસ્ક પહેરનારાઓની સંખ્યા 20 ટકા અને એન-95, કેએન-95 અથવા ડબલ્યુ-95 માસ્ક પહેરનારાઓની સંખ્યા 6 ટકા છે.
" isDesktop="true" id="1196505" >

સંક્રમણના કેસ વધવા લાગ્યા

અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઘણા સ્થળોએ કોરોના હજુ પણ આતંક મચાવી રહ્યો છે. હાલમાં જ ચીનમાં બે નવા વેરિએન્ટ મળી આવ્યા છે. ત્યારબાદ ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ સર્વે દર્શાવે છે કે દેશમાં લોકોએ માસ્કની આવશ્યકતાને ગંભીરતાથી લીધી નથી. યુરોપિયન દેશોમાં ફેબ્રુઆરીમાં માસ્ક ફરજીયાત ન હોવાનું જાહેર થતા જ સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. આવા સંજોગોમાં નિયમો અને સાવચેતીઓનું ગંભીરતાથી પાલન કરવું હજી પણ ખૂબ જ જરૂરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona News, COVID-19

विज्ञापन
विज्ञापन