દેશના 11 રાજ્યોના લગભગ 45 ટકા લોકોએ લૉકડાઉન દરમિયાન ભોજન માટે દેવું કર્યું

દેશના 11 રાજ્યોના લગભગ 45 ટકા લોકોએ લૉકડાઉન દરમિયાન ભોજન માટે દેવું કર્યું
દેશના 11 રાજ્યોના લગભગ 45 ટકા લોકોએ લૉકડાઉન દરમિયાન ભોજન માટે દેવું કર્યું (Photo: Reuters)

હંગર વોચ સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસથી (CoronaVirus)દેશને બચાવવા માટે લાગુ કરવામાં આવેલ લૉકડાઉન (Lockdown)દરમિયાન પ્રવાસી મજૂરોની તકલીફો તો બધાએ જોઈ છે. હવે એક તાજા સર્વેમાં એ વાત સામે આવી છે કે દેશના 11 રાજ્યોના લગભગ 45 ટકા લોકોએ લૉકડાઉન દરમિયાન ભોજન માટે દેવું કરવું પડ્યું હતું.

  આ સર્વેમાં ખુલાસો થયો છો કે લોકડાઉનની સૌથી વધારે અસર મુસ્લિમ અને દલિત વસ્તી પર પડી હતી. આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના નવા ક઼ષિ કાનૂનોને લઈને પણ કહેવામાં આવ્યું છે કે તેનાથી બધી ખરીદ પ્રક્રિયા પર અસર પડશે. આ દેશમાં ભૂખની સ્થિતિ વધારે ખરાબ થશે.  આ પણ વાંચો - ભારત બાયોટેક અને SIIની વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી નહીં

  હંગર વોચે કર્યો છે આ સર્વે

  હંગર વોચ સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું છે કે દરેક ચારમાંથી એક દલિત-મુસ્લિમે લોકડાઉન પછી ખાવાને લઈને પક્ષપાતનો સામનો કર્યો છે. સામાન્ય વર્ગના દર દસમાંથી એક વ્યક્તિને ભોજન સુધી પહોંચવા માટે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. સર્વેમાં એ પણ સામે આવ્યું કે દેશના 11 રાજ્યોમાં 45 ટકા લોકો સામે લોકડાઉનના સમયે એવી આર્થિક પરેશાની આવી કે તેમને ભોજન માટે દેવું કરવું પડ્યું હતું. હંગર વોચે એ પણ કહ્યું કે દલિત વસ્તીની અનાજની કુલ ખપત 74 ટકા સુધી ઓછી થઈ ગઈ હતી. તેને સીધા આર્થિક કારણો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

  સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કરાયેલા આ સર્વેમાં દર સાતમાંથી એક વ્યક્તિએ કહ્યું કે ઘણી વખત તેમને રાત્રે ખાધા વગર પણ ઉંઘવું પડ્યું હતું. આ રિપોર્ટ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના લગભગ 4000 લોકો સાથે વાતચીતના આધારે બનાવવામાં આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published:December 09, 2020, 20:37 pm

  ટૉપ ન્યૂઝ