સરોગેટ દીકરીના બોયફ્રેન્ડને થઇ ગયો ગે સસરા સાથે પ્રેમ અને...

News18 Gujarati
Updated: November 30, 2019, 10:25 AM IST
સરોગેટ દીકરીના બોયફ્રેન્ડને થઇ ગયો ગે સસરા સાથે પ્રેમ અને...
ગે કપલ

51 વર્ષના બૈરી ડ્રિવિટને 25 વર્ષના સ્કૉટ હચિસનથી પહેલી નજરનો પ્રેમ થઇ ગયો.

  • Share this:
બ્રિટનમાં સમલૈંગિક કપલ (Gay Couple) નો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં ગે કપલની સેરોગેટ પુત્રીના બ્રોયફ્રેન્ડને પોતાના થનાર સસરાથી પ્રેમ થઇ ગયો. એટલું જ નહીં થનાર સસરાના પાર્ટનરે બંને ડેટ પણ ફિક્સ કરી આપી. સમજવું થોડું મુશ્કેલ થઇ રહ્યું હોય તો વધુ વિગતો અહીં વાંચો. Daily Mail ની ખબર મુજબ બૈરી ડ્રિવિટ અને ટોની બાર્લો બ્રિટનના પહેલા સમલૈંગિક કપલ છે.

બંનેને સેરોગસીથી એક 19 વર્ષની દિકરી પણ છે. જેનું નામ છે સૈફરૉન ડ્રિવિટ વાર્લો. હાલમા જ સૈફરૉન તેના લગ્નની વાત કરવા માટે પોતાના બોયફ્રે્ન્ડ સ્કૉટ હચિસનને તેમના સમલૈંગિક પિતાની ઓળખાણ કરાવી. જો કે આ દરમિયાન 51 વર્ષના બૈરી ડ્રિવિટને 25 વર્ષના સ્કૉટ હચિસનથી પહેલી નજરનો પ્રેમ થઇ ગયો. સ્કૉટ હચિસનને બેરી ખૂબ જ પસંદ કરવા લાગ્યા.

ગે કપલ


રિપોર્ટ મુજબ કેટલીક મુલાકાતો પછી જ્યારે બંને એકબીજાને સારી રીતે જાણવા લાગ્યા તો તેમણે પરિવારને પોતાની રિલેશનશીપ વિષે જણાવ્યું. સૈફરૉનને પહેલા તો ઝટકો લાગ્યો. પણ તેમણે પોતાના પિતાની ખુશી માટે આ સંબંધને સ્વીકારી લીધો. એટલું જ નહીં, સૈફરૉનના બીજા પિતા ટોની બાર્લોએ પોતાના ગે પાર્ટનર બૈરી અને સ્કૉટની પહેલી ડેટ પણ ફિક્સ કરી. રિપોર્ટ મુજબ ટોની બાર્લો મોટાભાગે બિમાર રહે છે. તે માટે જ તે પોતાના પાર્ટનર બૈરી માટે બીજો જીવનસાથી શોધી રહ્યા હતા.

ગે કપલ


સ્કૉટ હચિસનની પણ બૈરીના સંબંધથી ખુશ છે. તેમણે જણાવ્યું કે બૈરી અને સ્કૉટ જલ્દી જ લગ્ન કરવાના છે. તેવામાં ટોની બિમારા હોવા છતાં લગ્નની તૈયારીઓનું ધ્યાન રાખી રહ્યા છે. તમને જણાવી દઇએ કે બૈરી ડ્રિવિટ અને ટોની બ્રિટેને પહેલા સમલૈંગિક કપલના રૂપે 1999માં ઔપચારિક રૂપે નામ રજિસ્ટર કરાવ્યું હતું. જે પછી તે સમાચાર પત્રમાં છવાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે બંને અરબપતિ છે. અને 2001માં બંનેએ લગ્ન કર્યા હતા.
First published: November 30, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading