જસ્ટિસ જોસેફ કુરિયને કહ્યું - જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાના સિદ્ધાંતો સાથે સમજુતી કરી

News18 Gujarati
Updated: March 17, 2020, 10:25 PM IST
જસ્ટિસ જોસેફ કુરિયને કહ્યું - જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાના સિદ્ધાંતો સાથે સમજુતી કરી
જસ્ટિસ જોસેફ કુરિયને કહ્યું - જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાના સિદ્ધાંતો સાથે સમજુતી કરી

જસ્ટિસ લોકુરે પણ ગોગોઈને રાજ્યસભામાં મનોનિત કરવાની ટિકા કરી

  • Share this:
નવી દિલ્હી : ન્યાયમૂર્તિ (સેવા નિવૃત્ત) કુરિયન જોસેફે (Justice Kurian Joseph)પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ (Former CJI Ranjan Gogoi)ને રાજ્યસભા માટે (Rajyasabha)નામાંકિત કરવાને લઈને સવાલ ઉઠાવ્યા છે. કુરિયને કહ્યું હતું કે પૂર્વ સીજેઆઈ દ્વારા નામાંકનને સ્વિકાર કરવાથી ન્યાયપાલિકાના સ્વતંત્રતામાં સામાન્ય માણસનો વિશ્વાસ ડગ્યો છે. પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને સિદ્ધાંતો સાથે સમજુતી કરી છે.

જસ્ટિસ જોસેફે કહ્યું હતું કે હું આશ્ચર્યચકિત છું કે કેવી રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ. જેમણે એક વખત ન્યાયપાલિકાની સ્વતંત્રતા બનાવી રાખવા માટે સાહસનું પ્રદર્શન કર્યું હતું. હવે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર મહાન સિદ્ધાંતો સાથે સમજુતી કરી છે.

આ પણ વાંચો - જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કારણ, આખરે કેમ છોડી કોંગ્રેસ?

ન્યાયમૂર્તિ જોસેફે ન્યાયપાલિકાની સ્વતંત્રતાના મહત્વને રેખાંકિત કરતા કહ્યું હતું કે આપણું રાષ્ટ્ર આ સિદ્ધાંતના કારણે મૂળ સંરરચના અને સંવૈધાનિક મૂલ્યો પર મજબૂતીથી ટકેલું છે. તેમણે કહ્યું હતું કે તે જસ્ટિસ જે ચેલમેશ્વર, ગોગોઈ અને લોકુર સાથે એક અભૂતપૂર્વ પગલાં સાથે સાર્વજનિક રુપથી સામે આવ્યા હતા અને દેશને એ બતાવ્યું કે ન્યાયપાલિકાના આધાર પર ખતરો છે. હવે મને લાગે છે કે ખતરો મોટા પ્રમાણમાં છે.

ન્યાયમૂર્તિ જોસેફે કહ્યું હતું કે ભારતના એક પૂર્વ મુખ્ય ન્યાયધીશ દ્વારા રાજ્યસભાના સદસ્યના રુપમાં નામાંકનની સ્વિકૃતિ નિશ્ચિત રુપથી ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સામાન્ય માણસના વિશ્વાસને હલાવી દીધો છે. જે ભારતના સંવિધાનની બુનિયાદી સંરચનાઓમાંથી એક છે.

આ પહેલા જસ્ટિસ લોકુરે પણ ગોગોઈને રાજ્યસભામાં મનોનિત કરવાની ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને અખંડતાને ફરીથી પરિભાષિત કરે છે શું આખરી સ્તંભ પર પડી ગયો છે?
First published: March 17, 2020, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading