Home /News /national-international /મહુડાના ઝાડને ‘મની પ્લાન્ટ’ માને છે છત્તીસગઢના આદિવાસી, જાણો કારણ

મહુડાના ઝાડને ‘મની પ્લાન્ટ’ માને છે છત્તીસગઢના આદિવાસી, જાણો કારણ

ફાઇલ તસવીર

સરગુજાના ગ્રામીણ વિસ્તારમાં મહુડાના ઝાડ આદિવાસીઓ માટે મની પ્લાન્ટ જેવા છે. આ ઝાડની મદદથી આદિવાસીઓ માર્ચ અને એપ્રિલના બે મહિના સારી એવી કમાણી કરી લે છે.

નિખિલ મિત્રા, અંબિકાપુરઃ માર્ચ અને એપ્રિલના મહિનામાં સરગુજાના ગ્રામીણ વિસ્તારમાં તમને આદિવાસીઓ મહુડો વેચતા જોવા મળશે. સિઝનની શરૂઆતમાં મહુડાના ફૂલની કિંમત 25થી 30 રૂપિયા પ્રતિકિલો વેચાય છે. જે હોળી સુધીમાં વધીને 40થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. ગામમાં આદિવાસીઓએ મહુડાના ઝાડ ઉગાડેલા હોય છે. કોઈ પાસે 3થી 4 ઝાડ તો કેટલાક પાસે 10થી 12 ઝાડ હોય છે. મહુડાના આ ઝાડ આદિવાસીઓ માટે મની પ્લાન્ટ છે. આનાથી આદિવાસીઓ હજારો રૂપિયાની કમાણી કરે છે.

સરગુજાના બતૌલીમાં મહુડાના ફૂલ વીણી રહેલા ફુલવસિયાએ જણાવ્યું હતું કે, ‘તેમની પાસે મહુડાના 3 ઝાડ છે. માર્ચ અને એપ્રિલમાં આ ઝાડમાંથી 5થી 7 બોરી ફૂલની ભરાય છે. પ્રત્યેક બોરીનું વજન અંદાજે 40 કિલો જેટલું હોય છે. બે મહિના તેઓ આ ફૂલ વેચીને 10થી 15 હજાર રૂપિયા કમાણી કરી લે છે. જો આ ગ્રામીણો પાસે વધુ ઝાડ હોત તો તેઓ હજારો રૂપિયા કમાણી કરી શકતા.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં રહસ્યમય ઘટના, ધરતીમાંથી નીકળે છે ધૂમાડો!

પાંદડા, ફૂલ-ફળથી માંડી દરેક વસ્તુ વેચાય છે


ગ્રામીણ વિસ્તારમાં મહુડો વીણ્યાં પછી તેને સારી રીતે સૂકવવામાં આવે છે અને ત્યારબાદ સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. તેનાથી ગ્રામીણોને સારી આવક થાય છે. આ સાથે જ કેટલાક ગ્રામીણ મહુડાનો દારૂ બનાવીને વેચે છે અને તેનાથી પણ સારી કમાણી કરી લે છે. ગ્રામીણ વિસ્તારમાં તેના પાંદડા, ફૂલ, ફળ અને તેલ કાઢવામાં આવે છે. કાચ્ચા ફળોનું શાક પણ બનાવવામાં આવે છે. મહુડાના પાક્કા ફૂલોને ખાઈ શકાય છે. તે સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ હોય છે.


ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહુડો બહુ મહત્ત્વનો છે


મહુડાના ફૂલથી જે તેલ કાઢવામાં આવે છે તેનો ઉપયોગ ઇંઘણ તરીકે પણ કરવામાં આવે છે. આદિવાસી આ તેલનો ઉપયોગ ચામડીની સારસંભાળ રાખવા માટે પણ કરે છે. તેલ કાઢ્યા બાદ સૂકાયેલા ફળને પશુઓને ખવડાવી શકાય છે. ગ્રામીણ તે વેચીને પણ આવક મેળવે છે. આ રીતે મહુડો બહુ ઉપયોગી હોવાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાવે છે.
First published:

Tags: Adivasi, Holi 2023

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો