Surgical Strike 2.0: એરફોર્સે આવી રીતે કર્યો હુમલો, જાણો મિનિટ-ટુ-મિનિટ ડિટેલ

સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના આ ઓપરેશન લગભગ 35થી 40 મિનિટ સુધી ચાલ્યું

સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના આ ઓપરેશન લગભગ 35થી 40 મિનિટ સુધી ચાલ્યું

  • Share this:
    પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સરહદ પર છુપાઈને બેઠેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેના સાથે જોડાયેલા સૂત્રો મુજબ વાયુસેનાના મિરાજ પ્લેનોએ મંગળવાર વહેલી પરોઢે નિયંત્રણ રેખા પાર કરીને આતંકી કેમ્પો પર લગભગ 1000 કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા. આ હુલામાં લગભગ 200-300 આતંકીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ જવાનોના મોત થયા છે.

    સૂત્રોએ જણાવ્યું કે, આ ભારતીય આર્મી અને એરફોર્સનો વેલ કોર્ડિનેટેડ હુમલો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓને મળેલા ઇનપુટ એરફોર્સને શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની આ પિન પોઇન્ટ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો. આ ઓપરેશન ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

     સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના આ ઓપરેશન લગભગ 35થી 40 મિનિટ સુધી ચાલ્યું. એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેનોએ મોડી રાત્રે 3:30 વાગ્યે ભારતીય એરબેઝથી ઉડાણ ભરી અને લગભગ 4-5 મિનિટ બાદ એલઓસી પાર પહોંચી ગયા. ત્યારબાદ લગભગ 3:45 વાગ્યાથી 3:55 સુધી મુજફ્ફરાબાદ અને પછી સવારે 3:58 વાગ્યાથી 4:40 વાગ્યા સુધી ચકોટીમાં જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદીન અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓના ઠેકાણાઓ પર હુમલા કરીને તેને નષ્ટ કરી દીધા.





    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેની સાથે જ તેઓએ કહ્યું હતું કે ભારતે આ હુમલાનો બદલો લેવા માટે પોતાના સુરક્ષાદળોને ખુલ્લી છુટ આપી દીધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: