Home /News /national-international /સર્જિકલ સ્ટ્રાઇક : મોદીએ પાકિસ્તાનને કર્યો હતો ફોન, ઉઠાવી જાઓ તમારા જવાનને

સર્જિકલ સ્ટ્રાઇક : મોદીએ પાકિસ્તાનને કર્યો હતો ફોન, ઉઠાવી જાઓ તમારા જવાનને

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

એપ્રિલ 2018માં મોદી બ્રિટનના પ્રવાસે ગયા હતા ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક અંગે બોલતા પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.

    ન્યૂઝ18 ગુજરાતી : ભારતે પાકિસ્તાન પર એર-સ્ટ્રાઇક કરી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા પણ ભારતે 29મી સપ્ટેમ્બર, 2016ના રોજ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓના ઠેકાણાઓ નષ્ટ કરી દીધા હતા.

    એપ્રિલ 2018માં મોદી બ્રિટનના પ્રવાસે ગયા હતા ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક અંગે બોલતા પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. લંડનના સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરના મંચ પરથી પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. 2016ની સાલમાં એલઓસી પર અંજામ આપવા માટે કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદની નિકાસ કરનારાઓને સહન કરશે નહીં અને તેનો ‘આકરો જવાબ’ આપશે.’

    ભગવાન તેમને સદબુદ્ધિ આપે

    ત્યારબાદ પીએમને પ્રશ્ન કરાયો કે કેટલાંક લોકો સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રશ્નો ઉઠાવે છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, હું એટલું જ કહીશ કે ઇશ્વર તેમને સદબુદ્ધિ આપે.

    ઉઠાવી જાઓ જવાનને

    પીએમએ કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઇક બાદ દેશવાસીઓને આ માહિતી આપતા પહેલાં પાકિસ્તાને કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે મેં જ ઓફિસરોને કહ્યું કે મીડિયાને ખબર પડે તે પહેલાં જ તમે પાકિસ્તાની સૈનિકોને બતાવી દો કે આપણે શું કર્યું છે, ત્યાં લાશો પડી હશે હટાવી લો. પરંતુ પાકિસ્તાનના ઓફિસર ફોન પર આવવાથી ડરતા રહ્યાં. આખરે 12 વાગ્યે તેઓ ફોન પર આવ્યા. પાકિસ્તાની સેનાને બતાવ્યા બાદ અમે હિન્દુસ્તાનના લોકોને કહ્યું. ટેરરિઝમ એક્સપોર્ટ કરનારાઓ માટે આ સંદેશ છે કે હિન્દુસ્તાન બદલાઇ ગયું છે

    આ પહેલાં પી.એમ. મોદીએ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાન ટેરીઝા સાથે બ્રેકફાસ્ટ પર મુલાકાત કરી હતી. બ્રેકફાસ્ટ બેઠક માટે ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા પહેલા ટેરીઝા મે એ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતુ. મોદી સાથે હાથ મિલાવતા કહ્યું, કે 'પ્રાઈમ મિનિસ્ટર, લંડનમાં તમારું સ્વાગત છે.' આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે પારસ્પરિક આતંકવાદ, વિઝા અને ઇમિગ્રેશન સહિત હિતથી જોડાયેલ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Indian Air Force, Mirage 2000, Surgical strike, Surgical strike 2, નરેન્દ્ર મોદી, પીએમ

    विज्ञापन
    विज्ञापन