ભારતે PoKમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓ પર કર્યો હુમલો, જુઓ વીડિયો

મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે

મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે

 • Share this:
  પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ઈન્ડિયન એરફોર્સે મંગળવારે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી દીધો. આ હુમલામાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

  ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બીજી સર્જિકલ સ્ટ્રાઇક માનવામાં આવી રહી છે. ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

  મળતા અહેવાલો મુજબ, 26 ફેબ્રુઆરીની વહેલી પરોઢે 3.30 વાગ્યે એરફોર્સના 12 મિરાજ 2000 ફાઇટર પ્લેનોએ આતંકીઓના બેસ કેમ્પ પર હુમલો કર્યો અને તેને નષ્ટ કરી દીધો. આ પહેલા પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિયન એરફોર્સે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કયું છે.

  આ પણ વાંચો, ભારતે કરી જોરદાર બોમ્બ વર્ષા, પાકિસ્તાને જાહેર કર્યા Photos

  ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહીમાં એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઈક-2: પહેલીવાર ઈન્ડિયન એરફોર્સની લેવાઈ સેવા

  આ પણ વાંચો, જાણો એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન વિશે, જેણે PoKમાં કરી સર્જિકલ સ્ટ્રાઇક
  Published by:Mrunal Bhojak
  First published: