સર્જિકલ સ્ટ્રાઇક-2 : રાહુલ ગાંધીએ કહ્યુ- IAFના પાયલટ્સને સલામ

News18 Gujarati
Updated: February 26, 2019, 4:37 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2 : રાહુલ ગાંધીએ કહ્યુ- IAFના પાયલટ્સને સલામ
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

મળતી માહિતી પ્રમાણે ભારતીય વાયુ સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કંટ્રોલરૂમ ધ્વસ્ત કરી દીધા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા ઘાતકી આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતે પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. એરફોર્સ તરફથી મિરાઝ-2000 ફાઇટર પ્લેનમાંથી 1000 કિલોના બોમ્બ ફેંક્યા હતા. ભારતના વળતા હુમલા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું ઇન્ડિયન એરફોર્સના પાયલટ્સને સલામ કરું છું.

પાકિસ્તાનના બાલકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદમાં ભારતીય વાયુસેનાએ કરેલા બોમ્બમારા અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, "જેને PoK(પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર) એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે તે આપણો જ વિસ્તાર છે. આથી તમે આ વિસ્તારમાં ક્યારેય પણ બોમ્બમારો કરી શકો છો, આમાં કંઈ ખોટું નથી."

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એર સ્ટ્રાઇક અંગે ભારતીય વાયુ સેનાની બહાદુરીને સલામ કરી છે. આના પર દિલ્હી પ્રદેશ ભાજપના પ્રવક્તા તેજિન્દર પાલ બગ્ગાએ અરવિંદ કેજરીવાલને ટોણો મારતા તેમના ટ્વિટને રિટ્વિટ કરીને પૂછ્યું કે, પુરાવા જોઈએ છે?


મળતી માહિતી પ્રમાણે ભારતીય વાયુ સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કંટ્રોલરૂમ ધ્વસ્ત કરી દીધા છે.

ભારત તરફથી બોમ્બમારા બાદ ભારતીય વાયુસેનાને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. પાકિસ્તાન એર ફોર્સ તરફથી લાઇન ઓફ કંટ્રોલ પર કોઈ વળતો હુમલો કરવામાં આવવાની શક્યતા ધ્યાનમાં રાખીને આ ઈન્ડિય એરફોર્સને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાને ઇમરજન્સી બેઠક બોલાવી

રેડિયો પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ઇસ્લામાબાદ ખાતે એક આપતકાલીન બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દિલ્હી ખાતે કેબિનેટ બેઠક પણ બોલાવવામાં આવી છે.
First published: February 26, 2019, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading