સર્જિકલ સ્ટ્રાઇક 2 : જાણો શું છે આ સ્ટ્રાઇક અને કઈ રીતે તે થાય છે?

ફાઇલ તસવીર

સેવા નિવૃત કર્નલ યુસી દુબે સાથે થયેલી વાતચીતના આધારે જાણીયે કે આખરે સર્જિકલ સ્ટ્રાઇક છે શું?

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : એક નિશ્ચિત સમય. હુમલો કરવા માટેનો સમિતિ વિસ્તાર. કમાન્ડોની એક નાની ટુકડી અને મોટા હથિયારોને બદલે નાના-નાના હથિયારોનો વપરાશ ! આ બધાથી વિશેષ નાનો હુમલો કરીને દુશ્મનને સૌથી વધારે નુકસાન પહોંચાડવું. સર્જિકલ સ્ટાઇક એટલે દુશ્મન ઉપર તેના જ ઘરમાં ઘૂસીને તેમને પતાવી દેવો. રિટાયર્ડ કર્નલ યુસી દુબે સાથેની વાતચીત ના આધારે અહીં અમે તમને એ સમજાવવાનો પ્રયાસ કરીશું કે સર્જિકલ સ્ટ્રાઇક આખરે હોય છે શું?

    ...આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક

    - જે સ્થળે હુમલો કરવાનો હોય તેની પૂરતી જાણકારી મેળવાય.
    - આ સ્થળના હિસાબે હુમલાનું પૂરતું આયોજન થાય.
    - સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવા માટે કમાન્ડોની ટુકડી તૈયાર કરાય છે.
    - અત્યંત ખાનગી ઢબે હેલીકોપટરથી કમાન્ડો ટુકડીને ટાર્ગેટ સુધી પહોંચાડાય છે.
    - પછી થાય છે દુશ્મન ઉપર ચોતરફો હુમલો.
    - દુશ્મનને તૈયારીની તક મળે તે પહેલા જ તેને ઘેરીને તેને ત્યાં જ નષ્ટ કરી દેવાય છે.
    - હુમલા ખતમ કરીને કમાન્ડો ઝડપભેર પરત આવી જાય છે.
    - સર્જિકલ સ્ટ્રાઇક વખતે એ બાબતનું ધ્યાન રખાય છે કે આસપાસના લોકોને,  મકાનો-ઈમારતોને, ગાડીઓને નુકસાન ન થાય.

    આ પહેલા ક્યારે થઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક?

    - NSCN ના આતંકવાદીઓએ 4 જૂન 2015 ના રોજ મણિપુરના ચંડેલ ખાતે આર્મીની ટુકડી ઉપર હુમલો કર્યો હતો.
    - આ હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા.
    - 10 જૂન, 2015ના રોજ આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય જવાનોએ મ્યાનમાર ની સીમમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો.
    - ત્યારે સેનાએ મ્યાનમારમાં દાખલ થઈને આતંકી સંગઠન NSCN ને ટેરર કેમ્પોને તબાહ કર્યા હતા.
    - ગતવર્ષે પાકિસ્તાનની વિરુદ્ધ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હાઈટ.
    Published by:Vinod Zankhaliya
    First published: