સર્જિકલ સ્ટ્રાઈક-2: પહેલીવાર ઈન્ડિયન એરફોર્સની લેવાઈ સેવા

પ્રતિકાત્મક તસવીર

ઈન્ડિયન એરફોર્સે ભારતના 12 મિરાજ 2000 પ્લેનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે

 • Share this:
  પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની વચ્ચે પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ભારત પર LoCના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની સેના તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય એરફોર્સના ફાઇટર પ્લેનોએ રાત્રે પાકિસ્તાની સરહદમાં ઘૂસીને સીઝફાયર તોડ્યું છે.

  સમાચાર એજન્સી એએનઈઆ મુજબ, ઈન્ડિયન એરફોર્સે ભારતના 12 મિરાજ 2000 પ્લેનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. વહેલી પરોઢે 3.30 વાગ્યે 1000 કિલો વિસ્ફોટકોને ટાર્ગેટ પર વરસાવવામાં આવ્યા છે.આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયું છે અને એરફોર્સ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

  મળતી માહિતી મુજબ, LoC પાર કરીને એરફોર્સે બાલાકોટ વિસ્તારમાં એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. ભારત આ પહેલા સરહદ પર જઈને આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે અને ભારતે આતંકવાદની વિરુદ્ધ લડાઈને નિર્ણાયક સ્તરે લઈ જવાનું પ્રણ લીધું છે.

  પહેલીવાર ઈન્ડિયન એરફોર્સની લેવાઈ સેવા

  સીઝફાયરના એલાન બાદ શાંતિકાળમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પોતાના એરફોર્સનો ઉપયોગ કર્યો છે. બાલાકોટ વિસ્તારમાં જ્યાં IAFએ હુમલો કર્યો છે ત્યાં સૌથસ વધુ આતંકી લોન્ચ પેડ હોવાનું કહેવાય છે. સાથોસાથ આ વિસ્તારમાં પીરપંજાલની તરફ 2-3 સૌથી મોટો આંતકી લોન્ચ પેડ છે.

  આ પણ વાંચો, પુલવામાનો બદલો : એરફોર્સે LoC પાર જૈશના ઠેકાણા કર્યાં નષ્ટ, 1000 કિલોના બોમ્બ ફેંક્યા

  પુલવામામાં 40 સીઆરપીએફ જવાનોની શહાદત બાદ ભારતે પાકિસ્તાનને મોટો સંદેશ આપતા આતંકવાદની વિરુદ્ધ કાર્યવાહીના સંકેત આપ્યા હતા. ત્યાં સુધી કે થોડા દિવસો પહેલા અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી કહી ચૂક્યા હતા કે હાલની સ્થિતિને જોતા ભારતે કંઈક મોટું કરવાનું છે.
  Published by:Mrunal Bhojak
  First published: