મિરાજ 2000 : જાણો PoKમાં સર્જિકલ સ્ટ્રાઇક કરનાર ફાઇટર પ્લેન વિશે

સર્જિકલ સ્ટ્રાઇક-2 માટે એરફોર્સે મિરાજ 2000 ફાઇટર પ્લેનની પસંદગી કરવા પાછળ પણ એક સમજી-વિચારેલી રણનીતિ!

સર્જિકલ સ્ટ્રાઇક-2 માટે એરફોર્સે મિરાજ 2000 ફાઇટર પ્લેનની પસંદગી કરવા પાછળ પણ એક સમજી-વિચારેલી રણનીતિ!

 • Share this:
  ઈન્ડિયન એરફોર્સે આજે વહેલી પરોઢે પાક અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. આ દરમિયાન અનેક આતંકી કેમ્પને નષ્ટ થયા હોવાના અહેવાલ છે. ઈન્ડિયન એરફોર્સના 12 મિરાજ 2000 ફાઇટર પ્લેનોના સમૂહે જૈશના કેમ્પ પર 1000 કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા. સર્જિકલ સ્ટ્રાઇક-2 માટે એરફોર્સે મિરાજ 2000 ફાઇટર પ્લેનની પસંદગી કરવા પાછળ પણ એક સમજી-વિચારેલી રણનીતિ હતી.

  મિરાજ 2000ની શું છે ખાસિયતો?
  મિરાજ 2000 પ્લેન ફ્રાન્સની કંપની ડસાલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યા છે. આ તે કંપની છે જેણે રાફેલને બનાવ્યા વે જેને લઈને ભારતીય રાજકારણમાં આજે પણ ગરમાયેલું છે. મિરાજ 2000 ચોથી જનરેશનનું મલ્ટીરો, સિંગલ એન્જિન ફાઇટર પ્લેન છે. તેની પહેલી ઉડાણ વર્ષ 1970માં આયોજિત કરવામાં આવી હતી. આ ફાઇટર પ્લેન હાલમાં લગભગ 9 દેશોમાં પોતાની સેવાઓ આપી રહ્યું છે.

  આ પણ વાંચો, પુલવામાનો બદલો : એરફોર્સે LoC પાર જૈશના ઠેકાણા કર્યાં નષ્ટ, 1000 કિલોના બોમ્બ ફેંક્યા

  જોકે, તેમાં સમય-સમય પર અપડેશનનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2009 સુધી લગભગ 600થી વધુ મિરાજ 2000 દુનિયાભરમાં સેવારત છે.

  આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઈક-2: પહેલીવાર ઈન્ડિયન એરફોર્સની લેવાઈ સેવા

  મિરાજ 2000માં ઉન્નત એવિઓનિક્સ, આરડીવાઈ રડાર અને નવા સેન્સર અને કન્ટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને નવા અનેક નિશાનાઓને એક સાથે સાધવા, હવાથી જમીન અને હવાથી હવામાં પણ અટેક કરવામાં માહેર છે. તે પારંપરિક અને લેઝર ગાઇડેડ બોમ્બ પણ ફેંકવામાં સક્ષમ છે.

  આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઇક : મોદીએ પાકિસ્તાનને કર્યો હતો ફોન, ઉઠાવી જાઓ તમારા જવાનને
  Published by:Mrunal Bhojak
  First published: