દુખાવાથી કણસતી હતી ગાય, સર્જરી બાદ પેટમાંથી કાઢ્યું 52 કિલો પ્લાસ્ટિક!

તમિલનાડુની આ ઘટનાએ ડૉક્ટરોને ચોંકાવી દીધા.

ગાય દુખાવો સહન ન થતાં અનેકવાર પોતાના જ પેટ પર લાત મારતી હતી

 • Share this:
  ચેન્નઈ : તમિલનાડુ (Tamil nadu)માં પશુ ચિકિત્સકો (Veterinarians)એ હાલમાં જ ગાય (Cow)ના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક (Plastic) અને નૉન બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ કાઢી છે. તમિલનાડુના પશુચિકિત્સા અને પુશ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, વેપેરીના સર્જનોને ગાયના પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો. માનવામાં આવી રહ્યું છે કે, ગાયે ખાવાની શોધ દરમિયાન કચરાની સાથે આ પ્લાસ્ટિક પણ ખાધું હશે.

  ગાયને સારવાર માટે થિરુમુલ્લઈવોયલથી વેપેરી લાવવામાં આવી હતી. ગાયને સતત દુખાવાની ફરિયાદ હતી. અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, ગાય દર્દના કારણે અનેકવાર પોતાના જ પેટ પર લાત મારતી હતી. આ પ્લાસ્ટિકના કારણે તેને દુખાવો થતો હતો. એટલું જ નહીં પ્લાસ્ટિક ખાવાના કારણે તેના દૂધ ઉત્પાદનની ક્ષમતા પણ ઘટી ગઈ હતી. તેની સાથે જ તેને પેશાબ કરવા મળ ત્યાગવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

  પ્લાસ્ટિક એકત્ર થવામાં લગભગ બે વર્ષ લાગ્યા હશે...

  સંસ્થાનના નિદેશક એસ. બાલાસુબ્રમણ્યમે ગાફના પેટથી હટાવવામાં આવેલા પ્લાસ્ટિકની માત્રને અભૂતપૂર્વ ગણાવતાં કહ્યુ કે, આ ઘટના પ્લાસ્ટિકના ખતરાનો એક સ્પષ્ટ સંકેત છે. ડૉક્ટરો મુજબ, તે પ્લાસ્ટિકને એકત્ર થવામાં લગભગ બે વર્ષ લાગ્યા હશે.

  હાલ વેપેરીમાં ગાયની સારવાર ચાલી રહી છે અને તે ટૂંકમાં જ ઠીક થઈ શકે છે. આશ્ચર્યની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સ્થળોએ પ્લાસ્ટિકથી ભરેલા શબોની સાથે અનેક વ્હેલ માછલીઓ મૃત મળી આવી છે. થાઈલેન્ડમાં લીલી કાચબાના શરીરથી કાઢવામાં આવેલા પ્લાસ્ટિક અને સ્ટીલ સામગ્રીની તસવીરો કંપાવનારી છે જે થોડા દિવસો પહેલા વાયરલ થઈ હતી.

  પ્લાસ્ટિકના કારણે 1000 પ્રાણીઓના મૃત્યુ થયા

  વર્ષ 2018માં રાજસ્થાન સરકારે વિધાનસભામાં એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો જેમાં પુષ્ટિ કરવામાં આવી કે છેલ્લા ચાર વર્ષોમાં પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયો સહિત લગભગ 1000 પ્રાણઓના મૃત્યુ થયા હતા.

  નોંધનીય છે કે, મોદી સરકાર પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક પગલાં ભરી રહી છે. આ વર્ષે 15 ઑગસ્ટના સંબોધનમાં મોદીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવા કહ્યુ છે. શક્યતા છે કે સરકાર આવનારા થોડાક દિવસોમાં તેની પર પ્રતિબંધ લગાવી શકે છે.

  આ પણ વાંચો,

  દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ
  અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો પતિ, પત્નીએ વિરોધ કર્યો તો મળી આવી સજા
  Published by:Mrunal Bhojak
  First published: