Home /News /national-international /સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2022: દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત બીજા સ્થાને

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2022: દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત બીજા સ્થાને

દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત બીજા સ્થાને

Swachh Survekshan Awards 2022: મધ્યપ્રદેશના ઈન્દોરને સતત છઠ્ઠી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેરનું સન્માન મળ્યું છે. જે બાદ ગુજરાતનું સુરત અને મહારાષ્ટ્રનું નવી મુંબઈ આવે છે.

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ઈન્દોરને સતત છઠ્ઠી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેરનું સન્માન મળ્યું છે. જે બાદ ગુજરાતનું સુરત અને મહારાષ્ટ્રનું નવી મુંબઈ આવે છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેનું પરિણામ આજે શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. હવે સ્વચ્છતા મિશન અંતર્ગત કચરા મુક્ત શહેરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

'સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2022'માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોની શ્રેણીમાં મધ્યપ્રદેશે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેને સ્વચ્છ સર્વેક્ષણ સન્માન 2022 આપવામાં આવશે. તે પછી ગુજરાત અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. ઈન્દોર અને સુરતે આ વર્ષે મોટા શહેરોની શ્રેણીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે વિજયવાડાએ નવી મુંબઈ સામે ત્રીજું સ્થાન ગુમાવ્યું છે. સર્વેક્ષણના પરિણામો અનુસાર, 100થી ઓછી શહેરી સ્થાનિક સંસ્થાઓ ધરાવતાં રાજ્યોમાં ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: દાહોદ: દીકરીએ પ્રેમલગ્ન કર્યા તો, પિતાએ ખભા પર બેસાડી કર્યું અપહરણ

એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં મહારાષ્ટ્રના પંચગનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યાર બાદ છત્તીસગઢનું પાટણ, જે બાદ મહારાષ્ટ્રનું કરહાડ આવે છે. હરિદ્વારને 1 લાખથી વધુ વસ્તીવાળા વર્ગમાં સૌથી સ્વચ્છ ગંગા શહેરનું સન્માન મળ્યું. હરિદ્વાર પછી વારાણસી અને પછી ઋષિકેશને આ સન્માન મળ્યું છે. સર્વેમાં મહારાષ્ટ્રનું દેવલાલી દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોન્મેન્ટ બોર્ડ હતું.

સ્વચ્છ ભારત મિશન (શહેરી)ની પ્રગતિનો અભ્યાસ કરવા અને વિવિધ સ્વચ્છતા અને સ્વચ્છતા માપદંડોના આધારે શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs)ને રેન્ક આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણની 7મી આવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2016માં શરૂ થયેલા આ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 73 શહેરોને લેવામાં આવ્યા હતા. સાત વર્ષમાં આ આંકડો વધીને 4 હજારથી વધુ થઈ ગયો છે.
First published:

Tags: Clean India, Gujarat News, Surat news