પત્નીએ ટીવી ખરીદવાની કરી જીદ, પતિએ હત્યા કરી હંમેશા માટે બોલતી બંધ કરી દીધી

News18 Gujarati
Updated: January 1, 2020, 8:13 PM IST
પત્નીએ ટીવી ખરીદવાની કરી જીદ, પતિએ હત્યા કરી હંમેશા માટે બોલતી બંધ કરી દીધી
પ્રતિકાત્મક તસવીર

આ હુમલાથી શિલા પટેલ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, અને ઘટના સ્થળ પર જ તેનું મોત થયું હતું.

  • Share this:
છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં એક મહિલાની હત્યાના મામલામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મહિલાની હત્યાનો આરોપી તેના પતિને બતાવવામાં આવી રહ્યો છે. આરોપી ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયો છે. પોલીસી મહિલાની લાસ કબજે લઈ તેનું પોસ્ટમાર્ટમ કરાવી, કાયદાની પ્રક્રિયા અનુસાર, લાસ તેના પરિવારજનોને સોંપી દીધી છે. પોલીસે આ મામલે હત્યારા પતિને શોધવાની તજવીજ શરૂ કરી દીધી છે.

સુરજપુર પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના ચંદોરા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનડિહા ગામમાં એક યુવકે ધારદાર હથિયારથી હુમલો કરી પત્નીની હત્યા કરી દીધી છે. આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે. હત્યાની ઘટના ગામમાં ફેલાતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના 30 ડિસેમ્બર મોડી રાત્રીની બતાવવામાં આવી રહી છે. પોલીસ આ મામલે પુછતાછ કરી રહી છે. આરોપીના સંબંધીઓ અને પરિવારજનોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

ટીવીને લઈ પતિ-પત્ની વચ્ચે થયો હતો વિવાદ

સુરજપુર એએસપી હરિસ રાઠોરે જણાવ્યું કે, મૃતક શિલા પટેલને નવું ટીવી લેવા મુદ્દે પતિ સાથે ઝગડો થયો હતો. મૃતક પત્ની ટીવી ખરીદવાની જીદ કરી રહી હતી, જેને લઈ બંને વચ્ચે ઝગડો થયો અને પતિએ ધારદાર હથિયારથી પત્ની પર હુમલો કર્યો હતો. આ હુમલાથી શિલા પટેલ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, અને ઘટના સ્થળ પર જ તેનું મોત થયું હતું. હાલ પોલીસ આરોપીને શોધી પાડવા કામે લાગી ગઈ છે. ટુંક સમયમાં આરોપીને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવશે.
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading