Home /News /national-international /

પદ્માવતી ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર

પદ્માવતી ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે પદ્માવતી ફિલ્મની રિલીઝને લઈને સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમે સુનાવણી કરતા એવું પણ કહ્યું છે કે, નેતાઓએ ફિલ્મને લઈને કોઈ કમેન્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, સેન્સર બોર્ડે જ્યારે ફિલ્મને કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું ત્યારે કોઈ નેતા કેવી રીતે એવી કમેન્ટ કરી શકે કે સેન્સરે સર્ટિફિકેટ આપવું જોઈએ કે નહીં?

વકીલ શર્માએ કરી હતી અરજી

બ્રિટનના સેન્સર બોર્ડે ભારતમાં વિવાદોમાં ફસાયેલી પદ્માવતી ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે વકીલ શર્માએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી કે ફિલ્મના નિર્માતાઓએ કોર્ટ સામે ખોટા તથ્યો રજૂ કર્યા છે. શર્માએ કોર્ટમાં કહ્યું હતું કે, ફિલ્મને ભારત બહાર રજૂ કરવા દેવામાં આવશે તો તેનાથી સામાજિક સુલેહશાંતિને મોટું નુકસાન થઈ શકે છે. શર્માએ ફિલ્મમાંથી અમુક ભાગ ડિલિટ કરવાની પણ માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેનો ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમે નોંધ્યું હતું કે સેન્સર બોર્ડે ફિલ્મને હજી સુધી સર્ટિફિકેટ આપ્યું નથી, આથી કોર્ટ સેન્સર બોર્ડના અધિકારો પર તરાપ મારીને આ અંગે કોઈ ચુકાદો આપી શકે નહીં. નોંધનીય છે કે બ્રિટનના સેન્સર બોર્ડે પદ્માવતી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. જેની સામે ભારત તેમજ બ્રિટનમાં રાજપૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. પદ્માવતી ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ કરણી સેના દ્વારા બે વખત ફિલ્મના સેટ પર તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી અને ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણેને પણ અનેક ધમકીઓ મળી ચુકી છે.
First published:

Tags: Deepika Padukone, Padmavati movie, Padmavati release in UK, Supreme verdict on padmavati

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन