કોરોના વાયરસ : સુપ્રીમ કોર્ટે કરી મોદી સરકારની પ્રશંસા, કહ્યું - ટિકાકારો પણ તેમના કામથી થયા પ્રશંસક

News18 Gujarati
Updated: March 23, 2020, 5:07 PM IST
કોરોના વાયરસ : સુપ્રીમ કોર્ટે કરી મોદી સરકારની પ્રશંસા, કહ્યું - ટિકાકારો પણ તેમના કામથી થયા પ્રશંસક
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે દેશમાં 24 માર્ચથી લોકડાઉન (Lockdown)ની વચ્ચે બાળકોની તસ્કરીના કેસ વધ્યા છે. લોકડાઉન દરમિયાન બાળકોની તસ્કરીના આંકડા વધતા સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને બે સપ્તાહમાં તેનો જવાબ આપવાનું કહ્યું છે.

પીએમ મોદી કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે સતત કામ કરી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court)કોરોના વાયરસની (Coronavirus)મહામારીથી નિપટવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી છે. કોર્ટે કહ્યું છે કે તેમના ટિકાકારો પણ તેમના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડે, ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની બેન્ચે કહ્યું હતું કે અમે સંતુષ્ઠ છીએ કે સરકાર વર્તમાન સ્થિતિથી નિપટવા માટે સક્રીય થઈ ગઈ છે અને તેમના ટિકાકાર પણ કહી રહ્યા છે કે તે (સરકાર) સારું કામ કરી રહી છે.

બેન્ચે કોરોના વાયરસ મહામારીથી નિપટવા માટે કોવિડ-19ના સંદિગ્ધ મામલાની તપાસ કરનારી પ્રયોગશાળાની સંખ્યા વધારવાની સાથે વધારે સાવધાની રાખવાના ઉપાયોના નિર્દેશ સંબંધિત પ્રાધિકારીઓને આપવા માટે દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી.

આ પણ વાંચો - શું હવે દેશમાં કમ્યુનિટી લેવલ પર ફેલાવવા લાગ્યો છે કોરોના વાયરસ? ICMR મંગળવારે આપશે રિઝલ્ટ

અરજીકર્તામાંથી એક અરજીકર્તાએ આ સ્થિતિથી નિપટવા માટે તથા સંદિગ્ધ વ્યક્તિઓને અલગ રાખવા માટે બનાવેલ કેન્દ્રોની સંખ્યા વધારવાના નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે સતત કામ કરી રહ્યા છે. પહેલા તેમણે વિદેશમાં ફસાયેલા હજારો લોકોને સુરક્ષિત એરલિફ્ટ કર્યા અને હવે સરકાર અલગ-અલગ શહેરોને લોકડાઉન કરી રહી છે. ટ્રેન અને બસોની અવરજવર ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સિવાય ટેસ્ટનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે.
First published: March 23, 2020, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading