Home /News /national-international /ટ્વિટર સામે Anti-India Tweetને લઈને દાખલ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી, જાણો મામલો

ટ્વિટર સામે Anti-India Tweetને લઈને દાખલ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી, જાણો મામલો

ટ્વિટર પર એન્ટી ઇન્ડિયા ટ્વીટને લઈને દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરી શકે છે. (પ્રતીકાત્મક ફોટો)

Hate content and Fake News on Social Media: સુપ્રીમ કોર્ટ આજે ટ્વિટર પર નફરત અને હિંસા ફેલાવનારી એન્ટી ઇન્ડિયા ટ્વીટને લઈને દાખલ થયેલી અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે.

  નવી દિલ્હી. ટ્વિટર પર કથિત રીતે નફરત અને હિંસા ફેલાવનારી એન્ટી ઇન્ડિયા ટ્વીટ (Anti India Tweet)ને લઈને દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે સુનાવણી કરી શકે છે. આ અરજીમાં સરકારને સોશ્યલ મીડિયા (social media) પ્લેટફોર્મ માટે કાયદા બનાવવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે જેથી ટ્વિટર પર એન્ટી ઇન્ડિયા ટ્વીટને લઈને કાર્યવાહી થઈ શકે.

  બીજેપી આઈટી સેલ (BJP IT Cell)ના પૂર્વ રાષ્ટ્રીય ઉપ-સંયોજક વિનિત ગોયંકા, એડવોકેટ વિનિત જિન્દ, અશ્વિની કુમાર ઉપાધ્યાય અને અન્ય તરફથી દાખલ આ અરજી પર જસ્ટિસ એ એમ ખાનવિલકર અને સી ટી રવિકુમારની બેંચ સુનાવણી કરશે.

  કાનૂની મુસદ્દો તૈયાર કરવાની માંગ

  અરજદારે એક એવો કાનૂની મુસદ્દો તૈયાર કરવાની માંગ કરી છે, જેનાથી ટ્વિટર પર ઉપલબ્ધ જાહેરાતો અને પેઇડ કન્ટેન્ટની તપાસ થઈ શકે. એવું કન્ટેન્ટ જે નફરતભર્યું કે દેશદ્રોહ સાથે જોડાયેલ હોય. આવું વાંધાજનક કન્ટેન્ટ અને ન્યુઝ બંધ કરવા જોઈએ જે દેશના કાયદાની વિરુદ્ધ હોય અથવા કાયદાનું ઉલ્લંઘન કરતા હોય.

  કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી

  આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને અરજીકર્તા ગોયંકાની અરજીનો પણ હવાલો આપ્યો હતો. અ મુદ્દે પહેલાંથી કોર્ટમાં એક કેસ પેન્ડિંગ છે. બીજી તરફ, અરજદાર ગોયંકાનો આરોપ છે કે ટ્વિટર આતંકી સંગઠનોથી સહાનુભૂતિ રાખે છે અને કેટલીક વાર આવા ટ્વિટને પ્રોત્સાહન આપે છે જે ભારત વિરોધી છે અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની વાત કરે છે.

  કેટલાય રમખાણોમાં ફેક ન્યુઝથી હિંસા વધી

  આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં થયેલા દંગા પાછળ ફેક ન્યૂઝ મહત્વનું કારણ હતું. નકલી એકાઉન્ટ્સથી જાતિવાદ, કોમવાદ, પ્રાદેશિકવાદ, ભાષાવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદનો પ્રચાર કરવામાં આવે છે જે દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 1 ફેબ્રુઆરી, 2021ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટ્વિટરને 250થી વધુ ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવા કહ્યું હતું, જે નકલી અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતાં હતા, પણ ટ્વિટરે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

  આ પણ વાંચો: પંજાબ: પઠાણકોટનાં આર્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ ફાટ્યો, તપાસ શરૂ

  આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આવા મામલાના ઉકેલ માટે કાયદા ન હોવાને કારણે ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, જાણતા હોવા છતાં આવા મેસેજને પ્રોત્સાહન આપે છે જે દેશ અને દેશના કાયદા વિરુદ્ધ છે. એટલે ટ્વિટરને આ વાતે ચોખવટ કરવાની જરૂર છે કે આ વાંધાજનક કન્ટેન્ટને સર્ક્યુલેટ અને પ્રમોટ કેમ કરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો: CAITનો આરોપઃ પુલવામા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા રાસાયણિક પદાર્થો Amazonથી ખરીદ્યા હતા

  તો આ મામલાને લગતી અન્ય એક અરજીમાં એડવોકેટ વિનિત જિંદલે કેન્દ્ર સરકારને કાયદા બનાવવાની માંગ કરી છે જેથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેમકે ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર નજર રાખી શકાય અને જવાબદારી નક્કી કરી શકાય.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Facebook, Social media, Supreme Court, Twitter

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन