સુપ્રીમ કોર્ટની વેબસાઇટ હેક, બ્રાઝિલના હેકર્સ પર શક

  • Share this:
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ગુરૂવારે હેક થઇ ગઇ છે. જેમાં દાવો કરવામાં આવે છે કે આ વેબસાઇટ બ્રાઝિલના કોઈ હેકર ગ્રુપે વેબસાઇટને હેક કરી છે. વેબસાઇટ supremecourtofindia.nic.in ખોલીએ તો પાન જેવી તસવીર અને 'hackeado por HighTech Brazil HacTeam’ મેસેજ દેખાઇ રહ્યું હતું. પરંતુ હવે આ સાઇટ પર Site Under Maintenance એવું લખેલું દેખાઇ રહ્યું છે.

નોંધનીય છે કે 2013માં આ હેકરોએ ભારતીય વેબસાઇટને નિશાનો બનાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ન ખુલ્યા પછી સોશિયલ મીડિયા પર લોકોએ આ સાઇટ હેક થવાની માહિતી પણ એકબીજાને આપી હતી. યૂઝર્સે દાવો કર્યો કે સાઇટ ડાઉન નથી થઇ પરંતુ હેક થઇ ગઇ છે.

આ પહેલા 6 એપ્રિલના રોજ રક્ષા મંત્રાલયની વેબસાઇટ પણ હેક થઇ ગઇ હતી. પછી એ સામે આવ્યું હતું કે કેટલીક ટેકનીકલ ખામીઓના કારણે વેબસાઇટ ડાઉન થઇ હતી. તેને હેક કરવામાં આવી ન હતી. 15 માર્ચના રોજ પણ દેશની સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાનું પણ ટ્વિટર હેન્ડલ હેક થવાનું સામે આવ્યું હતું. ટર્કિશ હેકરે એર ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલને હેક કરી લીધી હતી. જે પછી એકાઉન્ટ પર ફોટો અને ખોટી ટ્વિટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાનું ટ્વિટર હેન્ડલ હેક કર્યા પછી એકાઉન્ટથી તુર્કી ભાષામાં આતંક સમર્થિત ટ્વીટ કરવામાં આવ્યાં હતાં. જે પછી એકાઉન્ટ પર રિટ્વિટ આવ્યાં તેમાં લખવામાં આવ્યું હતું કે તમારા એકાઉન્ટને ટર્કિશ સાઇબર આર્મી Ayyildiz Tim દ્વારા હેક કરી લીધું છે. તમારે જરૂરી ડેટા પણ જપ્ત કરી લીધા છે.
First published: