નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કહ્યું છે કે, મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા અકાદમી (National Defence Academy)ની પ્રવેશ પરીક્ષા (NDA Entrance Examination)માં સામેલ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આર્મીની ઝાટકણી કાઢતા કહ્યું કે, આર્મી મહિલાઓને NDA પરીક્ષા માટે મંજૂરી નથી આપતી. આર્મીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આ તેમનો પોલિસી આધારિત નિર્ણય છે, તેની પર કોર્ટે કહ્યું કે, આ પોલિસી આધારિત નિર્ણય લિંગ ભેદભાવ (Gender Discrimination) આધારિત છે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને હૃષિકેશ રોયની બેન્ચે કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ અરજીમાં અંતરિમ આદેશ આપ્યો છે. તેમાં મહિલા ઉમેદવારોને NDA પરીક્ષામાં બેસવા માટેની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓને પરીક્ષામાં ન બેસવા દેવી ભારતના બંધારણના આર્ટિકલ 14, 15 અને 19નું ઉલ્લંઘન છે.
Supreme Court slams Army for not allowing women to take part in NDA exams. On Army's submission that it's a policy decision, the top court says that this policy decision is based on "gender discrimination".
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારી બારમા ધોરણાની પરીક્ષા પાસ અવિવાહીત પુરુષ ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી તથા નૌસેના એકેડમીની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપે છે પરંતુ યોગ્ય અને ઈચ્છુક મહિલા ઉમેદવારોને પરીક્ષા આપવાની મંજૂરી માત્ર લિંગના આધારે નથી આાપતા. તેમાં બંધારણ હેઠળ કોઈ યોગ્ય કારણ પણ નથી આપવામાં આવતા.
કોર્ટમાં અરજી કરનારનો પક્ષ સીનિયર એડવોકેટ ચિન્મય પ્રદી પ શર્માએ એડવોકેટ મોહિત પોલ, સુનૈના અને ઇરફાન હસીબની સાથે રજૂ કર્યો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અરજી કરનાર અનુસાર, યોગ્ય અને ઈચ્છુક મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધાર પર નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશના અવસરથી વંચિત કરવામાં આવી રહ્યા છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, 10 + 2 સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધાર પર NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. તેના ફળ સ્વરૂપે પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવામાં કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરવામાં પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે. યોગ્ય પુરવાર થયા બાદ તેઓ NDAમાં સામેલ થઈ શકે છે.
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (National Defence Academy) માં પ્રશિક્ષિત ન કરવી અને દેશના સશસ્ત્ર દળોમાં સ્થાયી કમીશનના અધિકારીઓના રૂપમાં માત્ર લિંગના આધાર પર નિયુક્ત કરવાથી ના પાડવી મૌલિક અધિકારનું હનન છે અને આ ભારતીય બંધારણના વ્યાપમાં ન્યાયિક નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર