નવી દિલ્હી: આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપવું યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેન્ચમાંથી 3-2થી 10 ટકા અનામતને સમર્થન મળ્યું છે.
આ મામલામાં ચીફ જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ. ત્રિવેગી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ માહેશ્વરી, જસ્ટિસ ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ અનામતનું સમર્થન કર્યું છે, જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ તેની વિરુદ્ધમાં છે.
હકીકતમાં જોઈએ તો, 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના નબળા લોકોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેતા સંવિધાનમાં 103મું સંશોધન કર્યું હતું. તેને લઈને સુપ્રીમ કોર્ટમાં 40થી વધારે અરજીઓ વિરોધમાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
જાણો ક્યા જજનો શું હતો મત
જસ્ટિસ દિનેશ માહેશ્વરી: અનામત ન ફક્ત આર્થિક અને સામાજિક વર્ગના પછાત લોકોને પણ વંચિત વર્ગને પણ સમાજમાં સામેલ કરવાની મહત્વની ભૂમિકા નિભાવે છે. એટલા માટે EWS કોટા સંવિધાનના મૂળ ઢાંચાને ન તો નુકસાન પહોંચાડે છે ન તો હાલના અનામત સંવિધાનના કાયદાનું ઉલ્લંઘન કરે છે.
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી: આર્થિક રીતે નબળા વર્ગને પણ એક અલગ વર્ગ માનવો યોગ્ય રહેશે. તેને સંવિધાનનું ઉલ્લંઘન કહી શકાય નહીં. આઝાદીના 75 વર્ષ બાદ આપણે સમાજના હિત માટે અનામતની વ્યવસ્થાને ફરીથી વિચાર કરવાની જરુર છે. સંસદમાં એંગ્લો ઈંડિયન માટે અનામત ખતમ થઈ ગયું છે. આવી રીતે સમય મર્યાદા હોવી જોઈએ. એટલા માટે 103માં સંશોધનની માન્યતા યથાવત રાખવામાં આવે છે.
જસ્ટિસ જેબી પારડીવાલા: ડો. આંબેડકરનો વિચાર હતો કે, અનામતની વ્યવસ્થા 10 વર્ષ રહે, પણ તે હાલમાંયે ચાલું છે. અનામતને નિહિત હિતો બનવા દેવા ન જોઈએ. સંવિધાનના 103માં સંશોધનની વૈધતા યથાવત રાખવા મેં વિચાર્યું છે કે, અનામતનું પાલન કરવું સામાજિક ન્યાયને સુરક્ષિત રાખવું છે.
ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ: એસસી, એસટી અને ઓબીસીના ગરીબ લોોકો આમાથી બહાર છે, તે ભેદભાવ બતાવે છે. આપણું સંવિધાન બહિષ્કારની અનુમતિ આપતું નથી અને તે સંશોધન સામાજિક ન્યાયના તણાવાણાને નબળો પાડે છે. આવી રીતે તે બુનિયાદી ઢાંચાને નબળો પાડે છે.
જાન્યુઆરી 2019માં મોદી સરકારે સંવિધાનમાં 103મું સંશોધન લઈને આવી હતી. તે અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ બનાવી છે.
કાયદાની દ્રષ્ટિએ અનામતની મર્યાદા 50 ટકાથી વધારે ન હોવી જોઈએ. હાલમાં દેશભરમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળે છે, તે 50 ટકાની અંદર મળે છે. પણ સામાન્ય વર્ગને 10 ટકા કોટા, આ 50 ટકાથી બહાર રાખવામાં આવ્યું છે.
2019માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામત આપીને કાયદાકીય રીતે ઉચ્ચ શિક્ષણ અને નોકરીમાં સમાન અવસર આપીને સામાજિક સમરતાને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર