કાવેરી વિવાદમાં SCનો નિર્ણય: તામિલનાડુને મળશે ઓછું પાણી

 • Share this:
  દશકાઓથી ચાલેલા કાવેરી જળ વિવાદ પર શુક્રવારે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે કાવેરી જળ વિવાદ પર કહ્યું કે પાણીનું વિભાજન કરતા કહ્યું કે તમિલનાડુને 177.25 TMC પાણી આપવામાં આવશે. કોર્ટે કર્નાટકનું પાણી વધાર્યું છે જ્યારે તમિલનાડુને મળનારી પાણીની માત્રાને ઘટાડી દીધી છે. આ નિર્ણયથી કર્નાટકને ફાયદો મળ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ રાજ્યોને પાણી કે નદી પર કોઈ હક નથી.

  આ નિર્ણય થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્નાટક અને તમિલનાડુના લોકો માટે ઘણો ખાસ માનવામાં આવે છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડની બેંચે ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે કર્નાટકા, તમિલનાડૂ અને કેરળ તરફથી કરાયેલ અરજી પર પોતાનો નિર્ણય આપી દીધો હતો.

  જણાવી દઈએ કે આ મામલા પર દક્ષિણ ભારતના કેરળ, તમિળનાડુ અને કર્નાટક રાજ્યોએ ફેબ્રુઆરી 2007માં કાવેરી જળ વિવાદ અધિકરણના (સીડબ્લૂડીટી) જળ વિભાજન પર લેવાયેલ નિર્ણયને પડકાર્યો હતો. સીડબ્લૂડીટીએ આ નિર્ણય કાવેરી બેસિનમાં જળની ઉપસ્થિતિને જોતા લીધો હતો.

  શું છે મામલો?
  કર્નાટક દાવો કરે છે કે બ્રિટિશર્સના જમાનામાં કાવેરી જળ વિભાજનને કારણે બંન્ને રાજ્યો વચ્ચે જે સમજૂતી થઈ તેમાં તેને ન્યાય નથી મળ્યો કારણ કે આ કરારમાં તેને પાણીનો યોગ્ય ભાગ આપવામાં આવ્યો ન હતો. કર્નાટક એ પણ કહે છે કે તે નદીના વહેણના રસ્તામાં પહેલો આવે છે આવે છે એટલે અમારો હક તેની પર વધારે છે.

  તામિલનાડુનું માનવું છે કે આ કરાર પ્રમાણે કાવેરી જળનો તેટલો જ ભાગ મળતો હોવો જોઈએ. તેને કાવેરી જળની અધિક માત્રાની જરૂર છે કારણ કે અમારી સરકારને ખેડૂતોને ખેતી માટે જરૂરી જળ આપવાનું હોય છે.

  બેંગ્લૂરૂમાં સઘન સુરક્ષા
  સુપ્રીમ કોર્ટ તરફથી આવનારા નિર્ણય માટે કડક સુરક્ષા તૈનાત કરી દીધી છે. સ્થાનિક પોલીસ કમિશ્નર પ્રમાણે સુરક્ષાની દ્રશ્ટિએ 15000 પોલીસ કર્મીઓને તેનાત કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કર્નાટક રાજ્યના પોલીસ કર્મી અને અન્ય સુરક્ષાદળોને પણ ત્યાં ખડકાવી દેવામાં આવ્યાં છે. પોલીસ કમિશ્નરનું કહેવું છે કે અહીં પહેલા પણ રમખાણો થઈ ચુક્યા છે, તે સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published: