SC/ST એક્ટમાં ધરપકડ માટે પ્રાથમિક તપાસની જરૂર નથી, સુપ્રીમે કેન્દ્રના સંશોધનને બરકરાર રાખ્યા

News18 Gujarati
Updated: February 10, 2020, 1:49 PM IST
SC/ST એક્ટમાં ધરપકડ માટે પ્રાથમિક તપાસની જરૂર નથી, સુપ્રીમે કેન્દ્રના સંશોધનને બરકરાર રાખ્યા
મોદી સરકારે વર્ષ 2018માં એસસી/એસટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા

મોદી સરકારે વર્ષ 2018માં એસસી/એસટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા

  • Share this:
નવી દિલ્હી : અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન કાયદો 2018 (SC/ST Act)ની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું કે આ કાયદા હેઠળ ધરપકડ પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના મામલામાં એફઆઈઆર નોંધતા પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની અનિવાર્ય નથી. બીજી તરફ કોર્ટે એમ પણ કહ્યું કે પોતાની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવા માટે આરોપી વ્યક્તિ કોર્ટની શરણમાં જઈ શકે છે.

મોદી સરકારે વર્ષ 2018માં એસસી/એસટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત સરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની બેન્ચે આ સંશોધનોને બરકરાર રાખતાં એમ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના મામલાઓમાં એફઆઈઆર નોંધતાં પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની પણ જરૂર નથી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે 20 માર્ચ 2018માં પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એસસી-એસટી એક્ટ હેઠળ તપાસ વિના ધરપકડ ન થઈ શકે. આ એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા, ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા.

SC/ST એક્ટ શું છે?

મૂળે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકો પર થતાં અત્યાચાર અને તેમની સાથે થતાં ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી આ એક્ટ લાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરને બાદ કરતાં સમગ્ર દેશભાં આ એક્ટને લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં આ લોકોને સમાજમાં એક સમાન દરજ્જો અપાવવા માટે અનેક જોગવાઈઅ કરવામાં આવી અને તેની શક્ય તમામ મદદ માટે જરૂરી ઉપાય કરવામાં આવ્યા. તે હેઠળ થતાં અપરાધોની સુનાવણી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, જેથી તેઓ પોતાની વાત ખુલીને કરી શકે.

જોકે, 20 માર્ચ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે એસએસ-એસટી એક્ટની જોગવાઈમાં ફેરફાર કર્યો હતો, જેનાથી એ એક્ટ થોડો નબળો થઈ ગયો હતો. ત્યારબાદ દેશભરમાં આ કાયદામાં ફેરફારની વિરુદ્ધ પ્રદર્શન થયા હતા.

પહેલા શું હતો કાયદો?

સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં ફેરફાર કતાં કહ્યું હતું કે મામલામાં તાત્કાલીક ધરપકડ નહીં કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ મળતાં તાત્કાલીક કેસ નોંધવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ ડીએસપી સ્તરના પોલીસ અધિકારી દ્વારા શરૂઆતની તપાસ કરવામાં આવશે અને તપાસ માટે કોઈ પણ રીતે 7 દિવસથી વધુ સમય નહીં આપવામાં આવે. ડીએસપી શરૂઆતની તપાસ કરી નિર્ણય લેશે કે ફરિયાદ મુજબ કોઈ મામલો બને છે કે પછી કોઈ રીતે ખોટા આરોપ લગાવીને ફસાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ એક્ટનો મોટાપાયે ખોટા ઉપયોગની વાતને માનતાં કહ્યું હતું કે આ મામલામાં સરકારી કર્મચારી આગોતરા જામીન માટે અરજી કરી શકે છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટન બે જજોની બેન્ચના આ નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરતાં પુનર્વિચાર અરજી પણ દાખલ કરી હતી. જેની પર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.

સરકારે કર્યા હતા સંશોધન

>> એસસી-એસટી સંશોધન બિલ 2018 દ્વારા મૂળ કાયદો 18A જોડાઈ ગયો. તેના દ્વારા જૂના કાયદાને લાગુ કરી દેવામાં આવ્યો.
>> નવા ફેરફાર હેઠળ હવે આ પ્રકારના મામલામાં કેસ નોંધાતા જ ધરપકડની જોગવાઈ છે. આ ઉપરાંત આરોપીને આગોતરા જામીન પણ નહીં મળી શકે.
>> આરોપીને હાઈકોર્ટથી નિયમિત જામીન મળી શકશે. મામલામાં તપાસ ઇન્સ્પેક્ટર રેન્કના પોલીસ અધિકારી કરશે.
>> જાતિસૂચક શબ્દોનો ઉપયોગ સંબંધી ફરિયાદ પર તાત્કાલીક કેસ નોંધાશે.
>> એસસી/એસટી મામલાની સુનાવણી માત્ર સ્પેશલ કોર્ટમાં થશે.
>> સરકારી કર્મચારીની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં પહેલા તપાસ એજન્સીને આથોરિટીથી મંજૂરી નહીં લેવી પડે.

હવે સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટમાં કેન્દ્ર સરકારના આ સંશોધનોને બરકરાર રાખ્યા છે.

આ પણ વાંચો, RSS નેતા ભૈયાજી જોશીએ કહ્યું, BJPના વિરોધનો મતલબ હિન્દુઓનો વિરોધ નહીં
First published: February 10, 2020, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading