વિદેશી પશુ-પક્ષીઓ રાખનારાઓ માટે સારા સમાચાર, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

વિદેશી પશુ-પક્ષીઓ રાખનારાઓ માટે સારા સમાચાર, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વિદેશી પશુ-પક્ષી રાખનારા જો ડિસેમ્બર સુધીમાં જાણકારી સાર્વજનિક કરશે તો તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વિદેશી પશુ-પક્ષી રાખનારા જો ડિસેમ્બર સુધીમાં જાણકારી સાર્વજનિક કરશે તો તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે

 • Share this:
  નવી દિલ્હીઃ વિદેશી પશુ-પક્ષી (Exotic Animals and Birds) પાળવા કે રાખનારાઓ માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશી પશુ-પક્ષી રાખનારો જો ડિસેમ્બર 2020 સુધીમાં જાણકારી સાર્વજનિક કરી દે છે તો તેમની વિરુદ્ધ કોઈ કેસ નહીં ચલાવવામાં આવે.

  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર (Central Government)ના એ શાસન આદેશ પર મહોર મારી દીધી છે જેમાં વિદેશી પશુ અને પક્ષીઓને રાખનારા કે તેમના માલિકોને અભિયોજનથી સંરક્ષણ આપવાની વાત છે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તેઓ સામાન્ય માફી યોજના (Amnesty Scheme)માં ખુલાસો કરે છે.  ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે (CJI SA Bobde)ની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોનો બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના એ આદેશને બરકરાર રાખ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે એ લોકોની વિરુદ્ધ કે સ નહીં ચલાવી શકાય જેઓએ સામાન્ય માફી યોજના હેઠળ જૂનથી ડિસેમ્બરની વચ્ચે વિદેશી વન્યજીવ પ્રજાતિઓના અધિગ્રહક કે કબજાનો ખુલાસો કરી દે છે.

  આ પણ વાંચો, પહેલા થયો ડેન્ગ્યૂ, પછી કોરોના અને હવે કોબ્રા કરડ્યો, રાજસ્થાનમાં ફસાયેલા એક અંગ્રેજની દુઃખી દાસ્તાન

  બેન્ચે હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા આ સંબંધમાં દાખલ વિશેષ અનુમતી અરજી (SLP) ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ એ દૃષ્ટિએ અગત્યનો છે કારણ કે તેનાથી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત સ્વૈચ્છિક સ્પષ્ટીકરણ યોજના (Voluntary Disclosure Scheme)ના સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે.

  આ પણ વાંચો, માત્ર 42 રૂપિયામાં મળશે આજીવન પેન્શન, 2.50 કરોડ લોકો લઈ ચૂક્યા છે આ સરકારી સ્કીમનો લાભ

  આવા લોકોની વિરુદ્ધ તપાસની માંગ કરવામાં આવી હતી

  દિનેશ ચંદ્ર નામની વ્યક્તિએ અલહાબાદ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી માંગ કરી હતી કે સામાન્ય માફી યોજના હેઠળ જે વિદેશી પશુ-પક્ષી રાખવાનો ખુલાસો કરે છે તેમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ, ભલે એ લોકોએ સામાન્ય માફી યોજના હેઠળ જ જાણકારી આપી હોય. ગેરકાયદેસર રીતે કબજો રાખવો કે તસ્કરી જેવા પાસાઓની તપાસ થવી જોઈએ. દિલ્હી અને રાજસ્થાન હાઈકોર્ટમાં પણ આવો મામલા સામે આવ્યા હતા, જ્યાં અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. પહેલીવાર સુપ્રીમ કોર્ટે સરકારની સામાન્ય માફી યોજના પર મહોર લગાવી છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 22, 2020, 15:23 pm

  ટૉપ ન્યૂઝ