Home /News /national-international /કઠુઆ રેપ કેસ: સુપ્રીમ કોર્ટે પઠાણકોટ ટ્રાન્સફર કર્યો કેસ, રોજ થશે સુનાવણી

કઠુઆ રેપ કેસ: સુપ્રીમ કોર્ટે પઠાણકોટ ટ્રાન્સફર કર્યો કેસ, રોજ થશે સુનાવણી

જમ્મૂ કાશ્મીર સરકાર આ  કેસમાં સ્પેશલ પબ્લિક પ્રોસીક્યૂટરની નિયુક્તી કરી શકે છે.

જમ્મૂ કાશ્મીર સરકાર આ  કેસમાં સ્પેશલ પબ્લિક પ્રોસીક્યૂટરની નિયુક્તી કરી શકે છે.

  કઠુઆ : સુપ્રીમકોર્ટે કઠુઆ રેપ કેસને પઠાણકોટ ટ્રાન્સફર કરવાનો નિર્ણય સંભળાવી દીધો છે હવે આ કેસમાં દરરોજ સુનાવણી થશે અને સુપ્રીમ કોર્ટ પોતે તેનું  મોનિટરિંગ કરશે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કેસની સુનાવણી કોઇ બીનજરૂરી કારણોસર સ્થગિત કરવામાં આવશે નહીં. તો જમ્મૂ કાશ્મીર સરકાર આ  કેસમાં સ્પેશલ પબ્લિક પ્રોસીક્યૂટરની નિયુક્તી કરી શકે છે.

  આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આજથી જમ્મૂ-કાશ્મીર સરકારે આ મામલાને અન્ય કોઇ રાજ્યમાં ટ્રાન્સફર કરવાની આપત્તિ જતાવી હતી. સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં જ તેને ફેર ટ્રાયલની વ્યવસ્થા કરાઇ જશે. પણ સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કશ્મીર સરકારની માંગણીને દરકિનાર કરી દીધી છે.

  પરિજનોએ કેસ ચંદિગઢ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની કરી હતી માંગ
  ઉલ્લેખનીય છે કે, કઠુઆ રેપની પીડિતાનાં પરિજનોને સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી હતી. જેમાં આ કેસને ચંદીગઢ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. આ દરમિયાન પરિજનોએ તેમનાં જીવને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી હતી

  Published by:Margi Pandya
  First published:

  Tags: Supreme Court

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन